ન્યુ દિલ્હી,તા.૧
અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(દ્ગઇઝ્ર) મુદ્દે આજે ગૃહમંત્રી રાજનાથસિંહ જ્યારે જવાબ આપવા ઉભા થયા ત્યારે હોબાળાના કારણે તેઓ બોલી શક્યા નહી અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ પહેલાં આજે રાજ્યસભામાં આ મુદ્દે વિપક્ષે હોબાળો શરૂ કર્યો જે જાતાં ગૃહની કાર્યવાહીને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દે ચર્ચાની નોટિસ આપી હતી ત્યાં રાજ્યસભામાં સભાપતિ વૈંકયા નાયડૂએ જ્યારે અમિત શાહને તેમના કાલના નિવેદને પુરુ કરવા કહ્યું તો વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. આ હોબાળાના કારણે રાજ્યસભા કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
જ્યારે ભાજપે અસમ બાદ દિલ્હી અને બંગાળમાં પણ નાગરિક રજીસ્ટર બનાવવાની માંગ કરી છે. ભાજપ મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે જા બંગાળમાં ભાજપ સરકાર બનાવે છે તો દ્ગઇઝ્ર રાજ્યમાં લાગૂ કરશે. તેમજ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, તેને દિલ્હીમાં પણ લાગૂ કરવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



