ડોક્ટરના ત્રાસથી નર્સનો આપઘાત,પોલીસે ડોક્ટર આરોપીની ધરપકડ કરી

0
33

મહેસાણા,તા.૧૫
મહેસાણામાં સિવિલ હોસ્પિટલના ATR વિભાગના ડાક્ટરના ત્રાસથી નર્સ નીલમ લેઉવાએ આપઘાત કર્યો હતો. આ મામલે ડાક્ટર જી.કે.કંદોઈના વિરૂદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ડાક્ટર જી.કે.કંદોઈની અટકાયત કરી છે.
અટકાયત કરીને પોલીસે આરોપી ડાક્ટરની પુછપરછની કાર્યવાહી હાથધરી છે. મહત્વનું છે કે,પરિવારજનો દ્વારા ડાક્ટરના વિરૂદ્ધમાં કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો. ડાક્ટર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે.
આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ,મહેસાણામાં સિવિલ હોસ્પિટલના ATR વિભાગમાં કામ કરતી નીલમ લેઉવા નામની નર્સે ડોક્ટરના ત્રાસથી ગતરોજ આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ સાથે જ પરિવારજનોએ ડોક્ટર વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY