જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડૉકટર્સ ડે નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

0
66

વ્યારા: તા. ૦૨: તા. ૧લી, જુલાઇના રોજ નેશનલ ડૉકટર્સ ડે નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપી દ્વારા જિલ્લાની તમામ પી.એચ.સી અને સબ પી.એચ.સી સેન્ટર્સ ખાતે મેડિકલ ઓફિસર, નર્સ બહેનો અને ગ્રામજનો સાથે મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા. ૧લી, જુલાઇ નેશનલ ડૉકટર્સ ડે નિમિત્તે ગમજનો સાથે ગામની ગલીઓમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામજનો, બાળકો, સરપંચો અને મેડિકલ સ્ટાફે   ભાગ લીધો હતો. રેલી બાદ પી.એચ.સી અને સબ પી.એચ.સી સેન્ટર તથા આસપાસની જાહેર જગ્યામાંની સામૂહિક સફાઇ કરવામાં આવી હતી. તથા આસપાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હાથ ધોવાનું મહત્વ સમજી મેડિકલ ઓફિસર દ્વારા હેંડવોશ ડેમોન્સ્ટ્રેશન, સ્વચ્છતા સંવાદ યોજી સ્વચ્છતાની માનવ જીવન પર પડતી સકારાત્મક અસરો અંગે સમજણ આપવામાં આવી હતી. સ્વચ્છતા સંવાદ બાદ ગામ, તાલુકો, જિલ્લો સ્વચ્છ રાખવા સ્વચ્છતા ટકાવી રાખવા સામૂહિક શપથ લેવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સહયોગ પુરો પાડયો હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિનામા તરફથી જણાવાયું છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY