ડાયમંડ કંપનીએ રત્નકલાકારોને છૂટા કરી દેતા હોબાળો મચ્યો

0
16

સુરત,તા.૨
ડોલર સામે ફરી રૂપિયાની સ્થિતિ નબળી થતાં તેની સીધી અસર શહેરના હીરાબજાર પર પડી છે. જેથી હાલ હીરા ઉદ્યોગમાં મંદીના મંડાણ શરૂ થઈ ગયાં છે. કટ અને પોલિશ્ડની ડાયમંડની પરવડે તેવી મજૂરી માટે પણ જાણીતા સુરતની કેટલીક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાસે હાલમાં મર્યાદિત જથ્થામાં કામ રહ્યુ છે.
રત્નકલાકારોના ફિક્સ પગારની જગ્યાએ જાબ પ્રમાણે પગાર ફેરબદલી દર શરૂ કરવાની પ્રથા નવી ચલણમાં આવી છે. જેને લઇને શહેરની વધુ એક હીરા કંપનીના ૧૪૦ રત્નકલાકોરને પગારમાં ફેરફાર કરાયો હતો. જેનો વિરોધ રત્નકલાકારો દ્વારા કરાતાં કંપનીએ તેમને છૂટા કરી દીધા હતા. જાકે રત્નકલાકાર સંઘે મધ્યસ્થી કરતાં સંચાલકોએ ફરી રત્નકલાકારોને જન્માષ્ટમી પછી કામે વળગવાનું સૂચન કર્યું છે.
હીરાઉદ્યોગમાં રફના ઊંચા ભાવો અને પોલિશ્ડ ડાયમંડની માંગમાં અભાવના કારણે છેલ્લા છ મહિનાથી મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. ફેક્ટરીઓમાં ૨થી ૩ દિવસની રજાઓ આપવાની સ્થિતિ આવી ગઇ છે. ત્યારે એ. કે. રોડ, ભવાની સર્કલ પાસે આવેલા અક્ષર ડાયમંડના સંચાલકો દ્વારા ૧૪૦ જેટલા રત્નકલાકારોની મજૂરીના ભાવમાં ઘટાડો કરી છૂટા કરી દેવામાં આવતાં માહોલ ગરમાયો હતો. રત્નકલાકારો મિનીબજાર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાદમાં સુરત રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરવામાં આવી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY