રાજસ્થાન પ્રવાસ દરમિયાન શિક્ષકે છ વિદ્યાર્થીઅોને માર માર્યો : પ્રવાસથી પરત આવી વિદ્યાર્થીઅો અને વાલીઓએ શાળામાં તોડફોડ મચાવી
સુરત, તા. ૨૫
પુણાગામ કારગીલ ચોક પાસે આવેલી સાધના સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસનો રાજસ્થાન પ્રવાસનું આયોજન કર્યું હતું. પ્રવાસ દરમિયાન શિક્ષકો દ્વારા વાસી નાસ્તો આપતા અને ૬ વિદ્યાર્થીઅોને માર મારવાના વિરોધમાં આજે વાલીઓને અને વિદ્યાર્થીઓના ટોળા દ્વારા શાળામાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુણા વિસ્તારની સાધના નિકેતન સ્કૂલ દ્વારા ત્રણ દિવસનો રાજસ્થાન પ્રવાસનું આયોજન કર્યો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને સાંજે બનાવેલ પૌઆનો નાસ્તો બીજા દિવસે આપવામાં આવ્યો હતો. વાસી નાસ્તા બાબતે વિદ્યાર્થીઅો દ્વારા વિરોધ કરતા શિક્ષકો દ્વારા ૬ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલીઅો દ્વારા કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલ ખાતે ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજસ્થાન પ્રવાસે શિક્ષક દ્વારા નશાની હાલતમાં વિદ્યાથીઅોને અપશબ્દો બોલી માર માર્યો હતો. આજે સવારે વાલીઓના ટોળા દ્વારા હોબાળા મચાવી બારીના કાચની તોડફોડ કરી હતી. શાળા સંચાલકો દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. શિક્ષકો દ્વારા બચાવ કરતા જણાવ્યું કે, અમે કોઈને માર્યુ નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટો આક્ષેપ કરી રહા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




