ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે : ૭૨.૧૦ પ્રતિ ડાલર

0
14

ન્યુ દિલ્હી,તા.૬
ડોલર સામે રૂપિયો કારોબાર દરમિયાન ૭૨.૧૦ પ્રતિ ડાલર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. સવારે તેમાં થોડો સુધારો જાવા મળ્યો હતો. જેનાથી શેર બજારમાં પણ ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઇલમાં પણ નરમાશના સંકેતો દખાઈ રહ્યા છે. રૂપિયો આટલો ગગડ્યો તે ભારતીય અર્થવ્યવસ્થા માટે ચીંતાજનક છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતુ કે રૂપિયો ગગડી રહ્યો છે તેની પાછળ વૈશ્વીક કારણો જવાબદાર છે. બીજી મુદ્રાઓની તુલનામાં રૂપિયાની સ્થિતિ સારી છે.
વિદેશી વિનિમય બજારમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે રૂપિયો ગગડી રહ્યો છે. રૂપિયો ૧૭ પૈસા તૂટીને ૭૧.૭૫ પ્રતિ ડોલર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. છેલ્લા છ અઠવાડિયામાં રૂપિયો ૧૬૫ પૈસા તુટ્યો છે. નાણાંમંત્રીએ કહ્યું હતુ કે જા તમે ઘરેલુ આર્થિક સ્થિતિ અને વૈશ્વિક સ્થિતિ જાશો તો તમને કોઈ ઘરેલુ કારણ નહી મળે. તેની પાછળ વૈશ્વિક કારણ જવાબદાર છે.
ડોલર સામે રૂપિયો ૭૨.૧૦ પ્રતિ ડોલરના સ્તરે પહોંચ્યો છે જેની અસર ક્રૂડની આયાત પર અસર થશે. આયાતકોને ઓઇલની કિંમત ચુકવવાની રહેશે. આની સીધી અસર પેટ્રોલ અને ડિઝલના ભાવ પર પડશે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ બહારથી મંગાવે છે. એવામાં ડાલરની કિંમત વધતા તેને ઈમ્પોર્ટ માટે વધારે ચુકવણી કરવી પડશે. ઈમ્પોર્ટ મોંઘુ થતા તેલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની કિંમત વધારશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY