સ્ટેટ ક્વોટા માટે મળેલા તમામ ૪૭૭૫ ડોમિસાઇલ સર્ટિ.ની તપાસનો આદેશ

0
107
ગુજરાતના મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ અંતર્ગત
– તમામ સર્ટિફિકેટની ચકાસણી કરી ૨૦મી પહેલા અહેવાલ રજૂ કરો: હાઈકોર્ટ

મેડિકલ-પેરામેડિકલ એટકે કે એમ.બી.બી.એસ. અને બી.ડી.એસ.ના સ્ટેટ ક્વોટા માટે રાજ્ય સરકારની પ્રવેશ સમિતિને મળેલા તમામ ૪૭૭૫ ડોમિસાઈલ સર્ટિફિકેટની ચકાસણી કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ચકાસણીનો આ અહેવાલ ૨૦મી જુલાઈ પહેલાં રજૂ કરવાનો નિર્દેશ કરાયો છે. શંકાસ્પદ ડોમિસાઇલ સર્ટિફિકેટની ચકાસણીનો રિપોર્ટ દર્શાવી સરકારે રજૂઆત કરી હતી કે સુરતમાં જે ૯૭ શંકાસ્પદ ડોમિસાઇલની ફરિયાદ મળી છે તે પૈકી ૩ વિદ્યાર્થીઓનું ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ માન્ય હોવાનું બહાર આવ્યું છે. પાંચ વિદ્યાર્થીઓ વેરિફિકેશન સમિતિ સમક્ષ હાજર થયા નથી જ્યારે ૧૩ વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન મળી ચૂક્યું છે. ગુજરાત અને રાજસ્થાન બન્નેમાં ડોમિસાઈલ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને તપાસનો અહેવાલ આપતા સરકારે રજૂઆત કરી હતી કે તેમાંથી પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ચૂક્યો છે જ્યારે બાકીના વિદ્યાર્થીઓની તપાસ ચાલુ છે. વિવિધ જગ્યાઓએથી મળેલી શંકાસ્પદ ડોમિસાઇલની ફરિયાદોના કારણે હાઈકોર્ટે એમ.બી.બી.એસ.-બી.ડી.એસ.ની આશરે ૪૭૭૫ જેટલી બેઠકો માટે મળેલા તમામ ડોમિસાઇલ સર્ટિફિકેટની ચકાસણીનો આદેશ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY