નવી દિલ્હી, તા. ૧૯
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક નજીકના સાથી જબીર મોતીને લંડનમાંથી પકડી લેવામાં આવ્યો છે. દાઉદના પૈસાની લેવડદેવડની જવાબદારી સંભાળનાર જબીરને આખરે કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. બ્રિટનની સુરક્ષા સંસ્થાઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જબીરની ધરપકડને ભારતની મોટી સફળતા તરીકે જાવામાં આવે છે. કારણ કે ભારત દ્વારા જ જબીરની ધરપકડ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જબીર મોતી પાકિસ્તાની નાગરિક છે અને ડી કંપનીના આર્થિક મામલાના ઇન્ચાર્જ તરીકે જાવામાં આવે છે. દાઉદના કાળાકારનામાનો સારીરીતે જાણનાર જબીરને લંડનની હિલ્ટન હોટલમાંથી પકડી લેવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિક અને ૧૦ વર્ષના વિઝા પર બ્રિટનમાં રહેતા જબીર મોતી અને દાઉદની પÂત્ન મજહબીન, પુત્રી મહેરિન અને જમાઈ જુનેદ વચ્ચે નાણાંકીય લેવડદેવની તપાસ બાદ જબીરને પકડી લેવામાં આવ્યો છે. દાઉદની સૌથી નાની પુત્રીના હજુ લગ્ન થયા નથી. સુત્રોના કહેવા મુજબ આ દેશોમાં કારોબારથી થનાર કમાણી અને ગેરકાયદે ગતિવિધિ ચલાવવાની જવાબદારી જબીર સંભાળી રહ્યો હતો. ગેરકાયદે હથિયારોના વેચાણ, માદક દ્રવ્યોની હેરાફેરી, રિયલ એસ્ટેટ કારોબાર મારફતે થનારી કમાણીનો ઉપયોગ ભારત વિરોધી ઓપરેશન માટે થઇ રહ્યો હતો. ભારતમાં ત્રાસવાદી ગતિવિધિઓ માટે આ નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, દાઉદના પરિવારને બ્રિટનમાં શિફ્ટ કરવાના વિકલ્પ શોધવામાં પણ જબીરની મોટી ભૂમિકા રહી છે. કરાંચીમાં જે રેસીડેÂન્સયલ સંકુલમાં દાઉદ પરિવાર રહે છે ત્યાં જબીરની પાસે પણ એક આવાસ છે. હાલમાં જબીર પોતે બાર્બાડોસ અને એન્ટીગુવામાં નાગરિકતા મેળવવાના પ્રયાસમાં હતો. ૧૯૯૩માં મુંબઈ બ્લાસ્ટમાં દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ તરીકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




