ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં દારૂબંધી ના કડક અમલ માટે રાખવામાં આવેલ ડ્રાઇવમાં ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તા.૩૧/૦૭/૨૦૧૮ થી ૦૮/૦૮/૨૦૧૮ સુધીમા પ્રોહિબીશનના કુલ-૬૬૮ કેસો કરી ૪૯૪ આરોપીઓ પકડી પડી વિદેશી દારૂની બોટલ નંગ ૪૪૦૩ અને દેશી દારૂ લીટર ૩૧૦૮ તથા વોસ લીટર ૩૯૩૧૦ તેમજ દારૂ બનાવવામાં વપરાતો ગોળ ૧૫૦૨ કિલો તથા વાહન નંગ ૫ તથા રોકડા રૂપિયા ૧૪૪૮૦/- મળી કુલ રૂ.૨૦૩૦૮૦૫/- નો મુદ્દામાલ ઝડપાયો.
જુગરધારા નો અમલ
જુગાર ધારા મુજબના કુલ ૨૬ કેશો શોધી ૧૦૭ આરોપીઓ પકડી કુલ ૨૬,૫૫,૦૭૫/- નો મુદ્દામાલ પકડી કાયદેશર કરવામાં આવેલ છે.
અન્ય ગુન્હા શોધવા માં સફળતા
તા.૩૧/૦૭/૨૦૧૮ ના રોજ દહેજ મરીન પો.સ્ટે.મા મીઠી તળાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીની લાશ તેના આશ્રમના રૂમમાં આવેલ પલંગના ખાનામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ આ ખુન બાબતે ફરીયાદી સુરેશભાઇ મગનભાઈએ હેમંત શર્મા તથા જયશ્રી ઉર્ફે રાધિકા ઉપર શક હોવાનુ જણાવી તેઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ દંપતી મુળ મધ્યપ્રદેશના તથા હાલ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રહેતા હતા જેથી ભરૂચ એલ.સી.બી ટીમના પો.સ.ઇ કે.જે.ધડુક તથા એલ.સી.બી.ટિમેં તાત્કાલીક વારાણસી પહોંચી આરોપીઓને પકડી પાડી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ છે.
કેમિકલ ચોરો ઝબ્બે થયા
ભરૂચ એલ.સી.બી ટીમના પોલીસ માણસો નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ને.હા.નં.૮ ઉપર ખરોડ પાટીયા થી આગળ સુરતથી અંક્લેશ્વર તરફના ટ્રેક ની બાજુમા આવેલ સર્વોત્તમ હોટલ ના કંપાઉન્ડમાં કેટલાક ઇસમો ટેન્કરોમાંથી કેમીકલ કાઢી સગેવગે કરવાની તૈયારી મા હોવાની બાતમી મળતા ટેન્કરમાંથી ચોરી કરતા ત્રણ આરોપીઓને એલ.સી.બી પોલીસે પકડી બે ટેન્કર તથા તેમા ભરેલ સ્ટાયરીન મોનોમર કેમીકલ જેની કુલ કિં.રૂ.૫૦,૮૪,૪૪૦/- , મારૂતિવાન તેમજ અંગઝડતી માં મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૩૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦૦/- ખાલી કારબા, બે પાઇપ ના ટુકડા, બે ગળણી, બન્ને ટેન્કરો ની બિલ્ટી મળી કુલ કિં.રૂ. ૦૧,૦૧,૬૫,૮૪૦/- નો મુદ્દામાલ પકડી કાયદેશર કરેલ છે.
નશીલા પદાર્થો પકડયા
દહેજ પો.સ્ટે ગુ.૨.નં ॥/૨૦/૨૦૧૮ NDPC ACT ૮(સી), ૨૦(બી), મુજબના કામે આરોપી ગીતાબેન ઉદેસિંગ પટેલ રહે.વડદલા ગામ તા.જી.ભરૂચ નાઓને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ પકડી તેઓ પાસેથી ગાંજો ૨ કિલો ૯૦૦ ગ્રામ કિં.રૂ.૨૦,૩૦૦/- નો કાયદેશર કરવામાં આવેલ છે
આમ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઝીરો ક્રાઇમ ટોલોરન્સ ની નીતિ અપનાવતા માથાભારે ઈસમો અને બુટલેગરો માં કાયદા નો ખોફ પ્રસ્થાપિત થઈ
રહ્યા ની ચર્ચા એ સમગ્ર જિલ્લા માં જોર પકડ્યું છે ત્યારે આ ભય કાયમ રહે તેવી પ્રજા અપેક્ષા રાખી રહી છે.ધનંજય ઝવેરી તંત્રી
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





