બોલ્ટને ફૂટબોલર બનવું જ છે,ત્રણ દેશમાં નિષ્ફળ જતાં ચોથા દેશમાં તાલીમ શરૂ કરી

0
20

સિડની,તા.૯
આઠ વખત ૧૦૦ મીટરની ઓલિમ્પિકની દોડમાં ચેમ્પિયન બનેલા અને ૧૦૦ મીટરની દોડમાં ૯.૫૮ સેકંડનો વિશ્ર્વવિક્રમ ધરાવતા જમૈકાના યુસેઇન બોલ્ટે રનિંગની કરિયરને તિલાંજલી આપ્યા પછી હવે તેને કેમેય કરીને ફૂટબોલમાં કારકિર્દી બનાવવી જ છે અને એટલે જ તેણે પ્રોફેશનલ ફૂટબોલર બનવાની ટ્રેઇનિંગમાં ત્રણ દેશોમાં નિષ્ફળતા જોઈ ત્યાર પછી હવે તે ચોથા રાષ્ટ્રમાં તાલીમ લેવા ગયો છે.
બોલ્ટે જર્મની, નોર્વે અને સાઉથ આફ્રિકામાં જાણીતી ટીમો સાથે તાલીમ લીધી હતી, પરંતુ એમાં તે ખાસ કંઈ ફાવ્યો નહીં એટલે હવે તે આૅસ્ટ્રેલિયા આવશે. તે દેશની ટોચની ફૂટબોલ લીગ સ્પર્ધા (એ-લીગ)ની સેન્ટ્રલ કોસ્ટ મૅરિનર્સ ટીમ સાથે ‘બેમુદત’ના સમયગાળા માટે જોડાયો છે. આ મહિને તે સિડની આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY