લોકસભા ચૂંટણીના પરિણામ સૌને ચોંકાવનારા હશે,દેશની સંસ્થાઓમાંથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે
હું સપા-બસપા નેતાઓનું સન્માન કરુ છું,અમે ઉ.પ્રદેશમાં સંપૂર્ણ ક્ષમતા સાથે લડીશુ અને લોકોને આશ્ચર્યમાં મૂકી દઇશુ
દુબઇ,તા.૧૩
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેઓ આગળની લોકસભા ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હશે. રાહુલે પોતાના દાવાના સમર્થનમાં કારણ ગણાવતા કહ્યું કે જીતવાની વાત તેઓ એટલા માટે કહી રહ્યા છે કારણ કે દેશની સંસ્થાઓમાંથી તેમને જારદાર સમર્થન મળી રહ્યું છે અને પીએમ મોદી તેને સમજશે નહીં.
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશથી નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. દુબાઇ પહોંચેલ રાહુલ ગાંધી એ પત્રકાર પરિષદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનું નામ નરેન્દ્ર મોદી અને તેઓ ખોટા વચનો આપી રહ્યાં નથી.
રાહુલે એક પત્રકાર પરિષદ કરી અને કેન્દ્ર સરકાર પર એક પછી એક કેટલાંય પ્રહારો કર્યા. રાહુલે કહ્યું કે મને ખોટું બોલવું પસંદ નથી, મારું નામ મિસ્ટર નરેન્દ્ર મોદી નથી, હું ખોટા વચનો આપતો નથી. હું તો કમિટમેન્ટ કરું છું તેને પૂરા કરું છું. હું જે વચન આપું છું, તેને પૂરા કરું છું. એ શરમજનક છે કે પીએમ મોદી પોતાના વચનો પૂરા કરી રહ્યાં નથી.
કાંગ્રેસ અધ્યક્ષે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં કરાયેલ લોન માફી યોજનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ત્રણ રાજ્યોમાં તેમને ખેડૂતોની લોન માફી કરવાનું વચન આપ્યું હતું અને તેને તેમણે પૂરું કર્યું. રાહુલ ગાંધીએ પોતાની પત્રકાર પરિષદમાં એક વખત ફરીથી રાફેલ ડીલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વડાપ્રધાને નાના અંબાણીને ૩૦૦૦૦ કરોડ રૂપિયા ચોરવામાં મદદ કરી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી જીતશે, તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હશે. રાહુલે પોતાના દાવાના સમર્થનમાં કારણ ગણાવતા કહ્યું કે જીતવાની વાત તેઓ એટલા માટે કહી રહ્યા છે કારણ કે દેશની સંસ્થાઓમાંથી તેમને જોરદાર સમર્થન મળી રહ્યું છે અને પીએમ મોદી તેને સમજશે નહીં. રાહુલ ગાંધી એ સંઘ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે સંઘની આ પ્રકૃતિ રહી છે કે તેઓ સંસ્થાઓને ખત્મ કરે છે, જ્યારે કાંગ્રેસ તેનું સમ્માન કરે છે.
હું એસપી અને બીએસપના નેતાઓનું ખૂબ જ સન્માન કરું છું, તેઓ જે પણ કરવા માંગે છે, તેમનો તે અધિકાર છે. હવે કોંગ્રેસને યૂપીમાં એકલા ઊભા રહેવું પડશે. રાહુલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડવા માટે મન બનાવી ચૂક્યુ છે, જેના કારણે દેશનું રાજકારણના હિસાબે મહત્વપૂર્ણ માનવામાં આવતા રાજ્યમાં મુકાબલો ત્રિકોણીય થતો જાવા મળી રહ્યો છે. અમે ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ ક્ષમતા સાથે લડીશું અને લોકોને આશ્ચર્યમાં મુકી દઈશું.
કાંગ્રેસ અધ્યક્ષે નોટબંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હજુ તેની અડધી અસર જ સામે આવી છે અને આ ટ્રેલર છે. રાહુલે કહ્યું કે જ્યારે તેની પૂરી અસર સામે આવશે ત્યારે લોકો કહેશે કે ચોકીદારે શું કર્યું છે. કાંગ્રેસ અધ્યક્ષે દુબઇમાં બિઝનેસ કોમ્યુનિટીના લોકો સાથે મુલાકાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




