સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ચોથા સાઇકલોવોકાથોનનું આયોજનઃ પર્યાવરણ જાળવણીનો મુખ્ય ઉદેશ્ય


ભરૂચઃ અંકલેશ્વર બાઇસીકલ કલબ ધ્વારા ભરૂચ જિલ્લામાં ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીઆઇડીસી – અંકલેશ્વર ખાતે ૪ થું સાઇકલોવોકાથોન કાર્યક્રમ યોજવામાં આવતાં સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે ફલેગ માર્ચ બતાવીને સાઇકલીંગ અને વોકીંગને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા હતા.
અંકલેશ્વર ખાતે અંકલેશ્વર બાઇસીકલ કલબ ધ્વારા ચોથી વખત સાઇકલોવોકાથોનનું આયોજનનો મુખ્ય ઉદ્શ લોકોમાં સાઇકલનો ઉપયોગ વધે,સેવ એનર્જી અને ગ્લોબીંગ વોર્મીંગની અસરો વચ્ચે પર્યાવરણની જાળવણી અંગે સંદેશો ફેલાવવાનો છે.
આ પ્રસંગે સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ; કે સાઇકલોવોકાથોનનું આયોજન એ જ અહીંના લોકોની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતા બતાવે છે તેમણે આ વિસ્તારના વ્યકિતઓ સાધન સંપન્ન અને ધરે ગાડીઓ હોવા છતાંય સાઇકલનો ઉપયોગ કરી પર્યાવરણ જાળવણીની કાળજી લે છે તે જાણી ખુશી વ્યકત કરતાં ઉપસ્થિત સૌ આયોજકોને બિરદાવી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. અન્ય મહાનુભાવો ધ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમા; એ.બી.સીના જે ચાર સભ્યો કિરણભાઇ મોદી, મોહમ્મદ જાદલીવાલા, હિરેન પ્રજાપતિ, અને ધુવ્ર પટેલ કે જેઓએ ૧૮૨ કી.મી. યુનીટી રાઇડમાં ભાગ લઇ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી તેઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે ચોથી વખત સાઇકલોવોકાથોનનું આયોજન કરવામા; આવતાં આ પ્રસંગે યોજાયેલી સાઇકલીંગમાં સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જીઆઇડીસીના આગેવાન ઉધોગપતિઓ, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ સહિત વડીલો યુવાનો, શાળાના બાળકો મળી ૧૨૦૦ થી વધુ લોકો જોડાયા હતા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





