આઈડિયાને પાછળ છોડી ત્રીજા નંબરની મોટી કંપની બની જિઓ

0
40

ન્યુ દિલ્હી,
રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ રેવન્યૂ માર્કેટ શેરના હિસાબથી ભારતની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઈ છે. જિઓ આઈડિયા સેલ્યુલરને પાછળ છોડીને વોડાફોન ઈÂન્ડયાની નજીક પહોંચતી દેખાઈ રહી છે. તેની આક્રમક પ્રાઈઝિંગ સ્ટ્રેટજીએ બીજી કંપનીઓની ઉંઘ હરામ કરી નાંખી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈÂન્ડયા દ્વારા આપવામાં આવેલા ફાઈનાÂન્શયલ ડેટા અનુસાર, માત્ર ૧૯ મહિનામાં જ મુકેશ અંબાણીના નિયંત્રણવાળી જિઓ કંપનીના રેવન્યુ માર્કેટ શેર માર્ચના અંત સુધીમાં ૨૦ ટકા સુધી પહોંચી ચૂક્્યાં હતાં.
આઈડિયાના રેવન્યૂ માર્કેટ શેર ઘટીને ૧૬.૫ ટકા પર આવી ગયા છે જ્યારે બીજા નંબરની કંપની વોડાફોન ઈÂન્ડયાના ઇસ્જી વધીને ૨૧ ટકા પર પહોંચી ગયા છે. સુનીલ મિત્તલના નિયંત્રણ વાળી ભારતી એરટેલના ઇસ્જી આશરે ૩૨ ટકા જેટલા છે. ભારતીને ટાટા ટેલિસર્વિસઝ સાથે ઈન્ટ્રા-સર્કલ રોમિંગ પેક કરવાથી ફાયદો મળ્યો છે. ટાટા ટેલીના કન્ઝ્યુમર મોબિલિટી બિઝનેસ એરટેલ ખરીદી રહી છે.
આ મહિને આઈડિયા અને વોડાફોન ઈંડિયાનું મર્જર પૂર્ણ થશે જેનાથી ૬૩૦૦૦ કરોડ રૂપિયાની આવકવાળી કંપની બનશે જેની પાસે આશરે ૪૩ કરોડ સબ્સક્રાઈબર હશે. વોડાફોન ઈંડિયા અને આઈડિયાના મર્જરથી બનનારી કંપની ૩૭.૫ ઇસ્જી અને સૌથી મોટા યૂઝર બેઝ સાથે માર્કેટમાં લીડર બની જશે. ત્યારબાદ એરટેલ અને જિઓનો નંબર આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર જિઓ ૧૮ સર્કલ્સમાં પહેલા જ નંબર ૧ અથવા નંબર ૨ પર છે. ૧૫ સર્કલ્સમાં તેની પાસે ૨૫ ટકા એજીઆર માર્કેટ શેર છે.
જિઓએ સપ્ટેમ્બર ૨૦૧૬માં અખિલ ભારતીય ૪જી નેટવર્ક સાથે કામકાજ શરૂ કર્યું હતું. મળતી વિગતો અનુસાર માર્ચના ક્વાર્ટરમાં તેની એડજસ્ટ ગ્રોસ રેવન્યૂ ત્રિમાસિક ગાળાના આધાર પર ૧૮ ટકાથી વધીને ૬૩૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તો એરટેલ, વોડાફોન ઇંડિયા અને આઈડિયા માટે આ આંકડા ક્રમશઃ ૫.૫ ટકા, ૪.૮ ટકા અને ૮.૮ ટકા ઘટીને ૧૦,૧૦૦ કરોડ રૂપિયા, ૬૭૦૦ કરોડ અને ૫૨૦૦ કરોડ રૂપિયા રહ્યા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY