જૈક્સે ૨૫ બાલમાં સદી અને એક આૅવરમાં ૬ છગ્ગા ફટકારી તરખાટ મચાવ્યો
દુબઈ,તા.૨૨
ઇંગ્લેન્ડની સરે કાઉન્ટીનાં વિલ જૈક્સે ઘરેલૂ સીઝનની શરૂઆત પહેલા દમદાર રમત દર્શાવી છે. તેણે લંકાશર સામે ફક્ત ૨૫ બાલમાં સદી ફટકારી દીધી છે. આ પ્રોફેશનલ ક્રિકેટમાં કોઈપણ ઇંગ્લિશ બેટ્સમેન દ્વારા લગવાવામાં આવેલી સૌથી ઝડપી સદી માનવામાં આવે છે. જૈક્સે પોતાની ઇનિંગમાં ૧૧ છગ્ગા અને ૮ ચોગ્ગા ફટકાર્યા છે. દુબઈમાં રમવામાં આવેલી ટી-૧૦ ત્રિકોણીય સીરીઝમાં તેણે આ ઇનિંગ રમી છે. ટૂર્નામેન્ટમાં ત્રીજી ટીમ આઈસીસી એકેડમી છે.
જૈક્સે ૩૦ બાલમાં ૧૦૫ રનની અણનમ ઇનિંગ રમી. તેની ટીમે આ મેચ જીતી લીધી છે. જૈક્સે લંકાશરનાં બાલર સ્ટીફન પૈરીની એક આૅવરમાં સતત છ છગ્ગા પણ ફટકાર્યા. પૈરી ઇંગ્લેન્ડ માટે વન ડે ઇન્ટરનેશનલ અને ટી-૨૦ રમી ચુક્્યો છે. ૨૦ વર્ષનાં જૈક્સે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી રમતા ભારત-એ સામે અનધિકૃત ટેસ્ટ મેચમાં ૬૩ રનની ઇનિંગ રમી હતી.
જૈક્સે સરેનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, “લોકો વાતો કરી રહ્યા હતા કે અહીં ૧૨૦-૧૩૦ રનનો સ્કોર સરેરાશ રહે છે. તો હું ફક્ત બેટિંગનો આનંદ માણવા ઇચ્છતો હતો. તેણે કહ્યું કે, “૯૮ રન પર પહોંચ્યા પછી જ મે સદી વિશે વિચારવાનું શરૂ કર્યું. આ બધુ ઘણું જલ્દી થયું.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




