દુબઈ,તા.૧
ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં પાકિસ્તાનને ૨૦ રનથી હરાવી દીધું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૫-૦થી પાકિસ્તાનનાં સૂપડાં સાફ કરી નાખ્યાં. સીરિઝની બધી મેચ ઓસ્ટ્રેલિયાની ટીમે જીતી લીધી અને તેઓએ આ સતત ૮મી વન ડે સીરિઝ જીતી લીધી છે.
ગ્લેન મેક્સવેલને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન (૭૦ રન અને ૧ વિકેટ) બદલ મેન ઓફ ધ મેચ અને કેપ્ટન એરોન ફિંચને સીરિઝમાં ૪૫૧ રન ફટકારવા બદલ મેન ઓફ ધ સીરિઝનું ટાઇટલ આપવામાં આવ્યુ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૭ વિકેટે ૩૨૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૦૭ રન જ બનાવી શકતાં તેઓનો ૨૦ રને પરાજય થયો હતો. પાક. તરફથી હેરિસ સોહેલે સેન્ચુરી ફટકારતાં ૧૩૦ રનની ઇનિંગ્સ રમી હતી.
અગાઉ પાકિસ્તાનના કેપ્ટન ઇમાદ વસીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય બૂમરેંગ સાબિત થયો હતો. ઉસ્માન ખ્વાજા અને એરોન ફિંચની જાડીએ પ્રથમ વિકેટ માટે ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી, જાકે ખ્વાજા પોતાની સદી પૂરી કરી શક્યો નહીં અને ૯૮ રન બનાવીને આઉટ થઈ ગયો. ફિંચે ૫૩ રનની ઇનિંગ્સ રમી. શોન માર્શે ૬૧ રન અને ગ્લેન મેક્સવેલે ફક્ત ૩૩ બોલમાં ૧૦ બાઉન્ડ્રી અને ૩ સિક્સરની સાથે ૭૦ રનની તોફાની ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાના સ્કોરને ૩૨૭ રન સુધી પહોંચાડવામાં મહ¥વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
૩૨૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. આબિદ આલી પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો, જાકે ત્યાર બાદ બીજી વિકેટ માટે શાન મસૂદ અને હેરિસ સોહેલ વચ્ચે ૧૦૮ રનની પાર્ટનરશિપ કરી. એક સમયે પાકિસ્તાનની ટીમ ૩ વિકેટે ૨૩૭ રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ફક્ત એક રનના ઉમેરામાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સૌથી પહેલાં ઉમર અકલ ૨૩૮ રનના સ્કોર પર ૪૩ રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ શાનદાર સેન્ચુરી ફટકારનારો હેરિસ સોહેલ પણ ૧૩૦ રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



