અમરેલી,તા.૧
ગુજરાતની ઓળખ ગણાતા એશિયાટીક સિંહોના રક્ષણ પર સવાલો ઉભા થયા છે. થોડા મહિના પહેલા ૨૦થી વધુ સિંહોના મોત થયા હતા, હવે સિંહના ૧૪ નખ સાથે અમરેલીમાંથી એક આધેડની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ નખ કિયાથી અને કેવી રીતે આવ્યા, સમગ્ર તસ્કરીમાં કેટલાક લોકો સામેલ છે તે અંગે સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમરેલી-ખાંભાના કોઠારિયા રાઉન્ડમાં ૧૪ સિંહ નખ ગુમ થયા હતા. અંદાજે દોઢ મહિના પહેલા મૃત સિંહના ૧૪ નખ ગાયબ થયા હતા. ત્યારબાદ તપાસ બાદ પચપચીયા ગામના વશરામ સાદુલ નામના એક આધેડ પાસેથી સિંહ નખ ઝડપાયા છે. વશરામ સાદુલે પોતાના ખેતરમાં ૧૪ સિંહનખ છૂપાવી રાખ્યા હતા. પોલીસે વશરામ સાદુલને સાથે રાખી સિંહનખ કબજે કર્યા હતા.
વર્ષોથી ગીર-અમરેલી આસપાસ વનમાં વસવાટ કરતાં સિંહોની જાણે માઠી બેઠી હોય તેમ એક પછી એક સિંહોની મોતની ઘટનાઓ બની રહી છે. સરકાર દ્વારા બજેટમાં સિંહોની રક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાનો દાવો કરવા છતા જંગલનો રાજા અસુરક્ષીત છે. એવામાં સિંહોના નખ કિયાથી આવ્યા અને હજુ પણ આ તસ્કરીમાં કેટલા લોકો સામેલ છે તે અંગે તપાસ ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



