૧૫ વેબસાઈટ હેક કરવાના ગુનામાં એક ભારતીય દુબઈ કોર્ટમાં દોષિત

0
8

દુબઇ,તા.૧૬
દુબઈમાં ૧૫ વેબસાઈટ હેક કરવા બદલ ૩૩ વર્ષીય ભારતીયને દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને ત્રણ માસની જેલ તેમજ ડીપોર્ટ (તડીપાર) કરવાની સજા ફટકારી છે. દુબઈ કોર્ટે એક મીડિયા કંપનીમાં કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે ફરજ બજાવી રહેલા એક ભારતીયે કંપીનએ પોતાનો પગાર કાપી લેતા આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ દુબઈમાં ૩૩ વર્ષીય ભારતીય નાગરિક મીડિયા હાઉસમાં કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે નોકરી કરતો હતો. સંસ્થાએ તેના પગારમાંથી ૪,૦૦૦ દિરહામ (૧,૦૮૦ યુએસ ડોલર) કાપી લીધા હોવાથી તેણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ૧૫ જેટલી વેબસાઈટ હેક કરી ગ્રાહકોને ધમકાવ્યા હતા.
કંપનીમાં અન્ય પ્રોગ્રામર્સને તેણે વોટ્‌સએપ કરીને જણાવ્યું હતું કે કંપની તેના પગારના નાણાં પરત નહીં કરે તો તે કંપનીની વેબસાઈટ હેક કરશે. કંપનીના માલિકે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે અમે કર્મચારીને અગાઉથી જણાવ્યું હતું કે તે પ્રોબેશન સમયગાળો પૂરો થયા બાદ નોકરી છોડી દેશે તો તેના પગારમાંથી રકમ કાપી લેવામાં આવશે. પોલીસે લેપટોપની ચકાસણી કર્યા બાદ જણાવ્યું હતું કે આરોપીએ વેબસાઈટ એક્સેસ કરી હતી.
બીજીતરફ આરોપીએ પોતાનો બચાવ કરતા તેણે વેબસાઈટ હેક નહીં કરી હોવાનું રટણ કર્યું હતું. દુબઈની કોર્ટે પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી ભારતીયને ત્રણ મહિનાની જેલ તેમજ ત્યાર બાદ તાત્કાલિક ભારત પરત મોકલવાનો આદેશ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY