મુંબઈ,તા.૧૬
નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે. જેના ભાગરૂપે વ્યૂઅર્સને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ જાવા મળશે. જેના માટે ડિરેક્ટર્સ કરણ જાહર, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ ‘લસ્ટ સ્ટોરીઝ’ પછી ડરામણી સ્ટોરીઝ કહેવા માટે ફરી સાથે આવશે. દિબાકરે ‘ફ્રીડમ’ને ડિરેક્ટ અને પ્રોડ્યૂસ પણ કરી છે. જેમાં એક ઇન્ડિયન પરિવારની સ્ટોરી છે. જેની સાથે દેશની આઇડિયોલોજિકલ અને સેક્સ્યુઅલ હિસ્ટ્રીને વણી લેવામાં આવી છે.
શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ‘ક્લાસ ઓફ ૮૩’ને પ્રોડ્યૂસ કરી રહી છે. જેને અતુલ સભરવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. એ સિવાય શશાંક ઘોષ અને સમિત બાસુની ‘હાઉસ એરેસ્ટ’ તેમજ શિરિષ કુંદર દ્વારા ડિરેક્ટેડ ‘મિસીસ સીરિયલ કિલર’ પણ સામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



