દુબઇમા ૯ વર્ષની ભારતીય બાળકીને ૧૦ લાખ ડોલરનો જેકપોટ

0
66

દુબઇ,તા.૧૭
દુબઇ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયોનેર લોટરીમાં નવ વર્ષીય ભારતીય બાળકીને ૧૦ લાખ ડોલરનો જેકપોટ લાગ્યો છે બાળકીના પરિવારે છ વર્ષ અગાઉ આ જ લોટરીમાં એક લક્ઝરી કાર પણ જીતી હતી. એલિઝા એમ નામની આ બાળકી એ ગ્રેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
બાળકીના પિતા મૂળ ભારતીય છે પરંતુ હાલ દુબઇમાં વસવાટ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ૨૦૦૪થી નિયમિતપણે આ લોટરીમાં ભાગ લે છે. તેમનો લકી નંબર ૯ છે. તેમણે પોતાની પુત્રીના નામ પર ૦૩૩૩ નંબરની ઓનલાઇન ટિકિટ ખરીદવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ૧૦ લાખ રૂપિયા જીતી ગયા હતા.
દુબઇ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયોનેરની શરૂઆત ૧૯૯૯માં થઇ હતી. ૧૦ લાખ ડોલરનું નામ જીતનારી બાળકી ૧૪૦મી ભારતીય નાગરિક છે. આ ઉપરાંત અન્ય બે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમને ઇનામ પેટે લક્ઝરી મોટર બાઇક મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY