૪ વર્ષના બાળકનું વોશિંગ મશીનમાં ફસાઈ જતાં મોત

0
9

દુબઈ,તા.૧૩
શહેરના અજમાન વિસ્તારમાં વોશિંગ મશીનમાં ગરમ પાણી ભરેલું હતું એ સમયે એક ચાર વર્ષનો બાળક તેમાં ફસાઈ ગયો હતો. અલ-રાવદા નામની ફેમિલી વીલામાં બાળકના દાદી અને તેના કાકા ઘરમાં હતા ત્યારે બાળક રમતો રમતો લોન્ડ્રી રૂમમાં પહોંચી ગયો હતો.
પોલીસને ઉલ્લેખીને ખલીજ ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, બાળક જ્યારે વોશરને ચાલુ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક જ ફ્રન્ટ લોડ વોશિંગ મશીનના અંદર ઘુસી ગયો હતો.
પોલીસનું અનુમાન છે કે, કદાચ બાળક મશીનની ઉપર આતુરતાપૂર્વક ચઢવા જતો હશે અને એ પ્રક્રિયામાં તે વોશિંગ મશીનના અંદર ઘુસી ગયો હતો. બાળક જેવો મશીનમાં ઘુસ્યો કે મશીન ચાલુ થઈ ગયું હતું અને તેણે બાળકને ગોળ-ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું હતું.
આ બાળકને તેની મમ્મીએ શોધ્યો જ્યારે તે દાદીના ઘરે રહેતા પોતાના પુત્રને લેવા માટે આવી હતી. બાળકના મૃતદેહને બહાર કાઢવા માટે તેના કાકાએ વોશિંગ મશીનનો દરવાજા તોડી નાખ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY