દુબઇ,તા.૮
કુવૈત એરવેઝના બેઝ એરપોર્ટ પર વિમાન ટો કરતી વખતે થયેલા અકસ્માતમાં એક ભારતીય એવિએશન ટેકનિશિયનનું મૃત્યુ થયું છે. મીડિયામાં મંગળવારે આવેલા સમાચાર અનુસાર કેરળમાં તિરુવનંતપુરમના રહેવાસી આ ટેકનિશિયન સોમવારે બોઇંગ ૭૭૭ વિમાનને ટો કરી રહ્યો હતો. તે દરમિયાન ટો બાર તૂટી ગયો અને તેના ચપટમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ખલીજ ટાઇમ્સે વિમાનની કંપનીના ટ્વીટ્સનો હવાલો આપતા લખ્યું છે કે અકસ્માત કંપનીના બેઝ એરપોર્ટ પર છઠ્ઠી મેએ થયો હતો. આ ઘટના સોમવાર બપોરે લગભગ ત્રણ વાગ્યે બની હતી. કેરળના આ વ્યકિતનું નામ આનંદ રામચંદ્રન છે. તે કુવૈત એરવેઝ સાથે ૨૦૦૮થી કામ કરે છે. તેના પરિવારમાં પિતા, ભાઈ, પત્ની અને ચાર વર્ષની દીકરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં વિમાનમાં સવાર કોઈ પણ મુસાફરો અથવા ચાલક દળના સભ્યોને નુકસાન થયું નથી. કેસની તપાસ થઈ રહી છે. કુવૈત એરવેઝે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




