સેવાસેતુ કાર્યક્રમ દ્વારા લોક અરજીઓ અને મુશ્કેલીઓના નિવારણમાં વડોદરા રાજ્યમાં પ્રથમ સ્થાને

0
38

વડોદરા જિલ્લાના તાલુકાઓ પૈકી ડભોઇ તાલુકો સેવાસેતુ દ્વારા લોકોને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મોખરે

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ફ્લેગશીપ કાર્યક્રમ સેવા સેતુ દ્વારા લોક અરજીઓના અને મુશ્કેલીઓના નિવારણમાં રાજ્યમાં પ્રથમ સ્થાને રહીને વડોદરા જિલ્લા પ્રશાસને અગ્રેસર અને અવ્વલ વડોદરાનો સંકલ્પ સાકાર કર્યો છે. રાજ્ય સરકારે ટીમ વડોદરાના લોકલક્ષી અભિગમને બિરદાવતા અભિનંદન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોથા તબક્કામાં ૫૮૩ ગામોને આવરી લઈને યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમોમાં ૩૫૬૪૮૬ લોક અરજીઓ મળી હતી અને સંબંધિત વિભાગોએ આ તમામ અરજીઓનું અરજદારોને સંતોષ થાય તેવું સકારાત્મક નિરાકરણ આણ્યુ હતું. જિલ્લા પ્રશાસને રાજ્ય સરકારના ૧૩ જેટલા વિભાગો અને ખાતાઓની ૫૫ પ્રકારની સેવાઓ સેવા સેતુના માધ્યમથી અરજદારોને લગભગ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવી છે.

અરજદારોએ પણ અવાર-નવાર, કોઇપણ પ્રકારના ધરમધક્કા વગર, વિલંબ વગર, ભાડું ખર્ચ્યા અને હાલાકી વેઠ્યા વગર ઘરઆંગણે સેવાસેતુ દ્વારા મળતી સેવાઓ માટે સંતોષની લાગણી વ્યક્ત કરવાની સાથે, આકાર્યક્રમનાપ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને દિલથી દુઆઓ આપી છે.  

અસરકારક અને સંકલિત સેવાસેતુ કાર્યક્રમો યોજીને લોકોને ઘરથી શક્ય તેટલા નજીકના અંતરે જરૂરી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં વડોદરા જિલ્લાના તાલુકાઓમાં ડભોઇ તાલુકો મોખરે રહ્યો છે. ડભોઇ તાલુકામાં ૯૮૪૦૭, છેક છેવાડાના ડેસર તાલુકામાં ૬૭૨૨૧, વાઘોડિયા તાલુકામાં ૫૪૫૫૯, કરજણ તાલુકામાં ૩૬૩૦૩, સાવલી તાલુકામાં ૨૬૫૮૧, શિનોર તાલુકામાં ૨૫૦૩૭, પાદરા તાલુકામાં ૨૪૧૨૮, વડોદરા ગ્રામમાં ૨૧૦૩૯ અને વડોદરામાં ૩૨૧૧ અરજીઓ સેવાસેતુમાં લોકોએ આપી અને વહીવટી તંત્રએ તમામનું હકારાત્મક નિરાકરણ આપ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી જિલ્લામાં યોજાતા સેવાસેતુ કાર્યક્રમોની વ્યવસ્થાઓ અને અસરકારતાનું સતત મોનિટરિંગ કરે છે. શક્ય તેટલા મહત્તમ સરકારી ખાતાઓ સેવાસેતુમાં જોડાય અને તેમની યોજનામાં અને સેવાઓનો લાભ આપે તેની જિલ્લાસ્તર ઉપરાંત પ્રાંત અધિકારી, મામલતદાર કક્ષાએ ખાતરી કરવામાં આવે છે. સેવાસેતુના સ્થળેમાત્ર અરજીઓ લેવાય એવું નહીં પણ શક્ય હોય ત્યાં સુધી અરજદારને જરૂરી દાખલાઓ, પ્રમાણપત્રો સ્થળ પર જ આપી દેવામાં આવે એવો આગ્રહ રખાય છે જેના કારણે આ પરિણામો મળી શક્યા છે. વડોદરા જિલ્લા પ્રશાસને સેવાસેતુમાં લાયક પરિવારોને ઉજ્જવલા યોજનાના રાંધણ ગેસ જોડાણો આપવા, આરટીઓ, દ્વારા લર્નિંગ લાયસન્સ આપવા, ઘરેલું વીજ જોડાણો માટેની અરજીઓ સ્વીકારવા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે.

રાજ્ય સરકારે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે જનસેવા કેન્દ્રોની સ્થાપના કરી છે અને શક્ય તેટલી સેવાઓનું કોમ્પ્યુટરીકરણ, નેટીઝન કર્યું છે તેમ છતાં, વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને યોજનાઓનો લાભ મેળવવાને લાયક અરજદારોને સેવા કે યોજનાઓની જાણકારી જ ના હોય, તેના માટે જરૂરી દસ્તાવેજોની જાણકારી ન હોય, તેને લગતું માર્ગદર્શન ક્યાંથી મળે તેની માહિતી ન હોય, આ તમામના પરિણામે અરજદારોએ એકથી વધુ ધક્કા ખાવા પડે, તાલુકા મથકે જવા-આવવાનું ભાડું ખર્ચવું પડે, નોકરી-મજુરીમાં રજા પાડવી પડે, તંત્ર સાથે વાદવિવાદ કરવો પડે અને ટૂંકા રસ્તા તરીકે દલાલો શોધીને કટકી-બટકી આપવી પડે, આ તમામ વિટંબણાઓના ઉકેલના રૂપમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. સેવાસેતુથી વન ડે ગવર્નન્સ, ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ અને ગવર્નન્સ એટ ડોરસ્ટેપ જેવી પરિકલ્પનાઓ સાકાર થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY