મંધાના મહિલા ક્રિકેટર ઓફ ધ યર, હરમનપ્રીત ટી-૨૦ ટીમ ઓફ ધ યરની કેપ્ટન

0
26

દુબઈ,તા.૩૧
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્ષ ૨૦૧૮ની મહિલા વનડે અને ટી૨૦ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં જ્યાં બે ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા તો ટી૨૦મા ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. હરમનપ્રીત કૌરને ટી૨૦ ટીમની કેપ્ટન પણ બનાવવામાં આવી છે. સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવને વનડે અને ટી૨૦ બંન્ને ટીમમાં સ્થાન મળ્યું છે.
વનડે ટીમમાં ભારતની ઓપનિંગ બેટ્‌સમેન સ્મૃતિ મંધાનાએ જગ્યા બનાવી છે, જેનું ૨૦૧૮મા પ્રદર્શન શાનદાર રહ્યુ છે. તેની ઓપનિંગ બેટ્‌સમેન તરીકે આઈસીસી વનડે ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય સ્પિનર પૂનમ યાદવને પણ વનડે ટીમ ઓફ ધ યરમાં જગ્યા મળી છે. ટી૨૦ ટીમની જા વાત કરીએ તો તેમાં સૌથી વધુ ૩ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. સ્મૃતિ મંધાના ઓપનિંગ બેટ્‌સમેન તરીકે અને પૂનમ યાદવ બોલર કરીએ અહીં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ખાસ વાત છે કે, આ ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરની પસંદગી કરવામાં આવી છે. બેટ્‌સમેન તરીકે ટી૨૦ વિશ્વકપમાં હરમનપ્રીત કૌરે ૧૬૦.૫૦ની શાનદાર સ્ટ્રાઇક રેટથી ૧૮૩ રન બનાવ્યા હતા. તે આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY