સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય થયા બેભાન
સપા નેતાઓએ વિધાનસભાની બહાર નારેબાજી કરી લખ્યુ હતુ સાંઢ ઔર કિસાન દોનો પરેશાન
લખનૌ,તા.૫
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે આ વિરોધપક્ષો પોતાની ગરિમા પણ ભુલ્યાં હતાં. તેમણે વિધાનસભાની અંદર રાજ્યપાલ પર કાગલના ગોળા બનાવીને ફેંક્્યા હતાં તો વિધાનસભાની બહાર આંખલાને સાથે રાખી વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. આ પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય્ય પણ બેભાન થઈ ગયાં હતાં, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
યોગી સરકારનું ત્રીજુ બજેટ સત્ર ૨૨મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે મંગળવારે આ બજેટ સત્રના પહેલા જ દિવસે ભારે હોબાળો થયો. સમાજવાદી પાર્ટીના નેતા વિધાનસભાની બહાર પહોંચ્યા. તેમની સાથે એક આંખલો પણ હતો. પ્રદર્શન દરમિયાન તેમને આંખલાના પોસ્ટરને સૌથી આગળ રાખ્યા હતાં અને હાથમાં બેનર દર્શાવી ભારે નારેબાજી કરી હતી. જેમાં લખ્યું હતું કે – ‘સાંઢ ઓર કિસાન દોનો પરેશાન’.
બજેટ સત્રની કાર્યવાહીની શરૂઆત કરવા રાજ્યપાલ રામનાઈક અભિભાષણ માટે આવી પહોંચ્યા. તે દરમિયાન જ વિરોધ પક્ષના સભ્યોએ તેમના તરફ કાગળના ગોળા ફેંક્્યા અને ભારે નારેબાજી કરી. રાજ્યપાલે લગભગ ૧૧ વાગ્યે સદનમાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું કે વિરોધ પક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. તેમણે ‘રાજ્યપાલ વાપસ જાઓ’ના નારા લગાવ્યા અને નાઈક તરફ કાગળના ગોળા ફેંક્્યા. જાકે રાજ્યપાલ વિરૂદ્ધ ફેંકાયેલા કાગળના ગોળા તેમના સુધી પહોંચ્યા નહોતા અને સુરક્ષાકર્મીઓ ઢાલ બનાવીને તેને અધવચ્ચે જ અટકાવી દીધા હતાં. જાકે વિરોધ પક્ષોની આ ધમાલ વચ્ચે પણ રાજ્યપાલે પોતાનું અભિભાષણ યથાવત રાખ્યું હતું અને પ્રદેશ સરકારની જુદી જુદી યોજનાઓ અને સફળતાઓ વિશે શ્રેણીબદ્ધ રીતે જાણકારી આપી હતી. આમ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ વિરોધ કરવા જતા વિધાનસભાની ગરિમા ભૂલ્યા હતાં.
પ્રદર્શન દરમિયાન અચાનક જ ધારાસભ્ય બે ભાન થઈ ગયાં હતાં અને જમીન પર ફસડાઈ પડ્યાં હતાં. બેભાન થનારા સપાના આ ધારાસભ્યનું નામ સુભાષ પાસી છે. તેઓ સૈદપુર વિધાનસભા બેઠક પરથી સપાના ધારાસભ્ય છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



