ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮
પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧ હજાર ૪૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોતાના કામકાજને લઈને બેંકે સ્પષ્ટીકરણ આપ્યું છે. પીએનબીનું કહેવું છે કે આ મહાગોટાળાથી બેંકના કામકાજ પર કોઈ અસર પડશે નહીં.
પીએનબી દ્વારા સ્ટોક એક્સચેન્જાને સ્પષ્ટીકરણ જાહેર કરતા લખવામાં આવ્યુ છે કે બેંકની પાસે દરેક પ્રકારની દેણદારી આપવા માટે નિયમાનુસાર પુરતી મિલ્કત અને મૂડી છે. તાજેતરમાં ગોટાળાના કેન્દ્રમાં રહેલા નીરવ મોદીએ પીએનબીને પત્ર લખીને જણાવ્યુ હતુ કે બેંકે મામલાની જાહેરકર વસૂલીના તમામ રસ્તા બંધ કરી દીધા છે. તેને લઈને સ્ટોક એક્સચેન્જાએ ચિંતા વ્યક્ત કરી હતી.
એક્સચેન્જા તરફથી બેંકને સવાલ કરવામાં આવ્યો હતો કે બેંકે આ મામલાની સીબીઆઈ સમક્ષ એફઆઈઆર નોંધાવાને લઈને જાણકારી કેમ આપી નથી? આના સંદર્ભે બેંકે જવાબ આપ્યો હતો કે જા આ અહેવાલ પહેલા જ જાહેર થઈ જાત.. તો આનાથી ફ્રોડ કરનારા સાવધાન થઈ ગયા હોત. તેને કારણે તેમની પાસેથી લેણાની રકમ વસૂલવામાં મુશ્કેલી પેદા થઈ જાત. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે શરૂઆતની તપાસના આધારે ૨૮૦.૭ કરોડ રૂપિયાના ગોટાળાના અહેવાલ બેંકના બોર્ડ, બીએસઈ અને એનએસઈને આપવામાં આવ્યા હતા. બાદમાં ગોટાળાની રકમ વધવા પર તેની જાણકારી ૧૩ ફેબ્રુઆરી-૨૦૧૮ના રોજ આરબીઆઈની પાસે ફ્રોડ મોનિટરિંગ રિટર્નમાં જણાવવામાં આવી હતી અને પછી સીબીઆઈ સમક્ષ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી. બીએસઈ અને એનએસઈને ૧૪મી ફેબ્રુઆરીએ સવારે લગભગ નવ વાગ્યે આની જાણકારી આપવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"