રાજપીપળા બાયોલોજીના શિક્ષકને નિમણૂક પત્ર માટે છેલ્લા ૧ વર્ષથી કચેરીઓના ધક્કા

0
121

રાજપીપળા:
ભારત સરકાર અને ગુજરાત સરકાર હાલ મહિલા સશક્તિકરણના બણગાં ફૂંકી રહી છે ત્યારે સરકારના મહિલા સશક્તિકરણની પોલ ખોલતો એક કિસ્સો નર્મદા જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે.રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા અલ્પા ચૌધરી બીએસસીમાં ઝુઓલોજી અને એમેઅસસી બાયોસાયન્સના વિષય સાથે શિક્ષક બનવાના અરમાનો સાથે વર્ષ 2016માં ટેટની પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ પણ થયા.બાદ તેમનો ઉ.માં.વિભાગમાં જીવવિજ્ઞાન વિષયમાં મેરિટના આધારે સમાવેશ થયો હોવાથી એસટી અનામત સીટ પર રાજપીપળાની કન્યાવિનય વિદ્યાલય પસંદ પણ કરી.પરંતુ બીએસસી અને એમએસસી માર્કશીટમાં ફરક હોવાનું તથા વિષય વિસંગતતાનું કારણ આગળ ધરી શિક્ષણ વિભાગ દ્વારા એમને નિમણૂક પત્ર અપાયો જ નથી.જેથી હાલ એમણે એ જ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરવાનો વારો આવ્યો છે.
આ મામલે અલ્પા ચૌધરીએ જણાવ્યું હતું કે મેં કેટલીયે વાર ગાંધીનગર અને નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી.છેલ્લે રાજ્યના શિક્ષણમંત્રીને પણ રજુઆત કરી તે છતાં પણ મને ન્યાય નથી મળ્યો. ૯-૬-૨૦૧૭ ના રોજ ગુ.માં અને ઉ.માં શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે એક કમિટીમાં પણ ઝુઓલોજી અને બાયોસાયન્સને સમકક્ષ ગણી બાયોસાયન્સને માન્યતા મળી છે.મારા જ વિષયના અન્ય શિક્ષકોને જો અન્ય જિલ્લામાં નિમણૂક પત્ર મળતો હોય તો મને કેમ નહીં.જે તે સમયે હાઇકોર્ટે પણ પીટીસનના આધારે માં અને ઉ.માં વિભાગમાં શીખવવાના વિષય તરીકે બાયોસાયન્સને માન્યતા આપી છે.હું જે યુનિવર્સીટીમાં ભણી એના ડીને પણ ઝુઓલોજી અને બાયોસાયન્સને સમકક્ષ ગણતો ભલામણ પત્ર મને આપ્યો છે.હાઇકોર્ટનો પત્ર અને યુનિવેસિટીના ડિનનો ભલામણ પત્ર પણ મેં રજૂ કર્યો છે.હું છેલ્લા એક વર્ષથી ગાંધીનગર અને રાજપીપળા વચ્ચે નિમણૂક પત્ર લેવા આંટા-ફેરા મારી રહી છું.ગુજરાત સરકાર ભરતીમાં અન્યાય કરે છે સરકારે મારા ભવિષ્ય સાથે રાજરમત રમી છે.મને નિમણૂક પત્ર મળવો જ જોઈએ એમ જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY