ડુ પ્લેસિસની કાંગારુઓને ચેતવણીઃ ‘કોહલીને છેડતા નહી’

0
50

ન્યુ દિલ્હી,તા.૧૭
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમ પહોંચી ચુકી છે ત્યારે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરિઝ રમનાર સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ચેતવણી આપી છે.
ડુ પ્લેસિસે કાંગારુઓને કહ્યું છે કે કોહલીને છંછેડવામાં મજા નથી અને તેને કશું કહેવાની ભૂલ ના કરતા.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેમને ટકરાવ પસંદ હોય છે અને તેમાં તેઓ વધારે સારુ પરફોર્મ કરતા હોય છે.કોહલી પણ તેમાંનો જ એક છે.અમારી સામે જ્યારે ભારત સિરિઝ રમ્યુ ત્યારે અમે કોહલીનો ચૂપચાપ સામનો કરવાની જ નીતિ અપનાવી હતી.
ડુ પ્લેસિસે કહ્યું હતુ કે કોહલી શાનદાર પ્લેયર છે.અમે તેને ચૂપચાપ રમવા દીધો હતો.આમ છતા તેણે અમારી સામે રન બનાવ્યા હતા.જાકે એટલા બધા પણ નહી.
ઉલ્લેખનીય છે કે કોહલીએ સાઉથ આફ્રિકા સામેની સિરિઝમાં ૪૭.૬૬ના એવરેજથી ૨૮૬ રન ફટકાર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY