જૂના અને નવા જમાનાની ટેક્નિકનો સમન્વયથી સ્વર્ગની અનુભૂતિ : ડો. જીજ્ઞેશ પટેલ
સુરત, તા.૨૬
ઓલ્ડ ઇઝ ગોલ્ડની ઉકિત પ્રમાણે જૂના જમાનામાં હાડકાના રોગોને થતી સારવારના વિજ્ઞાન અને નવા જમાનાની સારવાર સાથે સંલગ્ન કરી સ્પેશિયલ ઓથોપેડીક સારવારની તદ્દન નવી પધ્ધતિથી કમ્મર તથા ગરદનના દુઃખાવામાં અકલ્પનિય રાહત મળે તેવી એક નવી ટેકનિકની શોધ કરવામાં આવી હોવાનું સુરતની નવી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.જીજ્ઞેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું. ડો.જીજ્ઞેશ પટેલ ઓથોપેડિક વિષયમાં ર૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનો સંશોધનનો વિષય ટ્રેડિશનલ ઓથોપેડિક રહ્યો છે. કમ્મર તથા ગરદનના દુઃખાવામાં તદ્દન નવી કરાયેલી શોધ અંગે માહિતી આપતા ડો.જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે કમ્મર તથા ગરદનના મળકાની ગાદીનો દુઃખાવો મોટાભાગે હાથ કે પગની નસમાં જતો હોય છે, ત્યારે તેની એ વાતની ખબર હોતી નથી કે દર્દનું કારણ શું છે ? આવા સંજાગોમાં ડોક્ટર હાથ અને પગની નસમાં જતો દુઃખાવો (કરન્ટ) મટાડવાની કોશિશ કરે છે. જે દવાઓથી એસિડીટી, ઘેન ચઢવું તથા કીડનીને નુકશાન થાય તેવી અસંખ્ય તકલીફો દર્દીને થતી હોય છે. આ બધી પ્રકારની સારવાર લગભગ છ મહિનાથી બે વર્ષ સુધી ચાલે છે. પરંતુ તાજેતરમાં વિશ્વ વિખ્યાત રીસર્ચ પેપર રજૂ કરનાર ડો.ગોરે તથા ભારતના ડો.અરવિંદ દિવાકર જૈન (મધ્યપ્રદેશ), ડો.એલ. લક્ષ્મણ (ચેન્નાઇ) તથા ડો.અમજદી (ઇરાક) દ્વારા અલગ અલગ રીતે શોધાયેલ ટેકનિક પ્રમાણે જા કમર, ગરદનના મણકામાંથી નીકળતી જે તે નસની જગ્યા હાથ કે પગના પંજાના ભાગમાં શોધીને તે જગ્યા પર ફક્ત ઇંજેકશન આપવામાં આવે તો દુખાવામાં અકલ્પનીય રાહત મળે છે જે રાહત કમર, ગરદનના મણકામાં આપવામાં આવતા ઇંજેકશનની બરાબર છે, આ ટેકનીકથી મહદ અંશે ઓપરેશનમાંથી બચાવી શકાય છે. આ ઇંજેકશન ર્જઙ્ઘૈદ્બ ષ્ઠરટ્ઠહહીઙ્મ હ્વર્ઙ્મષ્ઠૌહખ્ત ટેકનીકથી કામ કરે છે. હાથની હથેળી – પગના પંજાની ઇંજેકશનની ટેકનિકથી દર્દીઓને અકલ્પનીય રાહત મળી રહેલ છે. ઇરાકના ડો.અમજદીએ એને એની ભાષામાં દર્દીને મળતા આ રાહતને ય્ટ્ઠીંજ ર્ક સ્વર્ગની અનુભુતિ એવું નામ આપેલ છે. મેડિકલ ભાષામાં તેઓએ અલગ અલગ જગ્યાની ઇંજેકશનને ય્છ્ઈ છ.મ્.ઝ્ર.ડ્ઢ.ઈ.ત્ન એવું નામ આપેલ છે. આ અંગે ડો.ગોરે (સોલાપુર) દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર સંશોધન કરી પુરવાર કરેલ છે. આ ઇંજેકશન માટે દર્દીને દાખલ થવાની જરુર નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



