તમામ વિભાગોની ખરીદી હવે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ દ્વારા કરાશે

0
35

ગાંધીનગર,તા.૧૮
રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (GeM) દ્વારા કરશે તેમ, મુખ્ય સચિવ જે.એન.સિંગે જણાવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeMનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. GeM ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM) બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં ૬ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્‌સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે GeMના CEO રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. ય્ીસ્ના પ્લેટફોર્મની મદદથી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આૅન-બો‹ડગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોન્ચ કરવામાં આવી હતી.
GeMનો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્‌ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. તેમજ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અહીં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.
કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે, GeM ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યુરમેન્ટનું સરળીકરણ કરવાનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY