ન્યુ દિલ્હી,તા.૧૮
દેશના પૂર્વ સરંક્ષણ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટોનીએ મંગળવારે રાફેલ ડીલ મામલે મીડિયા સમક્ષ વાતચીત કરતા એક પ્રશ્ન ઊભો કર્યો કે, ૧૨૬ રાફેલ ખરીદવાનો પ્રસ્તાવ હતો, તો એ ઘટાડીને ૩૬ રાફેલ ખરીદવાનો કેમ કરવામાં આવ્યો ?
એન્ટોનીએ વધુમાં કહ્યું કે, અમારી સરકારના અંતિમ દિવસોમાં રાફેલ કરાર લગભગ પુરો થયો હતો. ૨૦૧૫માં જ્યારે એનડીએ સરકાર આવી તો ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો એક તરફી નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે એરફોર્સે ૧૨૬ વિમાન માંગ્યા હતા, તો એ ઘટાડીને ૩૬ કેમ કરવામાં આવ્યા ? આનો જવાબ ભાજપ સરકારે આપવો જાઈએ.
એન્ટોનીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે યુપીએની ડીલ ખતમ ન કરી હોત તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ(એચએએલ)ને અતિ આધુનિક ટેકનિક ટ્રાન્સફર કરવાનો અવસર મળ્યો હતો પરંતુ હવે આ કંપનીને યુદ્ધ વિમાન બનાવવાનો અવસર મળશે નહીં. ભારતે એક મોટો મોકો ગુમાવી દીધો.
એન્ટોનીએ વધુમાં કહ્યું કે, કાનૂન મંત્રીએ દાવો કર્યો કે નવા કરારમાં વિમાન યુપીએ સરકારની ડીલથી ૯ ટકા સસ્તી છે. નાણાંમંત્રીએ કહ્યું કે, ૨૦ ટકા સસ્તી છે. ભારતીય વાયુસેનાના અધિકારીએ કહ્યું કે આ ૪૦ ટકા સસ્તી છે. જા રાફેલ વિમાન ખરીદવાની ડીલ સસ્તી છે, તો પછી ૧૨૬ને બદલે ૩૬ રાફેલ કેમ ખરીદવામાં આવ્યા ?
સરંક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો કે એચએએલ આ વિમાનનું નિર્માણ કરવા માટે સમક્ષ નથી. સત્ય તો એ છે કે એચએએલ આવું કરનાર એક માત્ર એરોસ્પેસ કંપની છે. આ કંપનીને નવરત્નનો દરજ્જો હાંસીલ છે. એચએએલ એ સુખાઈ-૩૦ સહિત ૩૧ પ્રકારના ૪૬૬૦ વિમાનોનું નિર્માણ કર્યું છે.
દેશના પૂર્વ સરંક્ષણ પ્રધાને કહ્યું કે અમારી પ્રથમ દિવસથી જ માંગ છે કે જાઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ કરાવવામાં આવે. સીવીસીનું બંધારણીય દાયિત્વ છે કે આ કેસના તમામ દસ્તાવેજ મંગાવી અને આખા કેસની તપાસ કરાવીને એને સંસદમાં રજૂ કરવામાં આવે. યુપીએ સરકારના સમયમાં એચએએલ નફો કમાનારી કંપની હતી. પરંતુ મોદી સરકારને કાર્યકાળમાં ઈતિહાસમાં પ્રથમ વખત એચએએલ ને અલગ-અલગ બેંકો પાસેથી ૧૦૦૦ કરોડની લોન લેવી પડી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



