ધ્રાગધ્રા ના ગ્રામ્ય વિસ્તાર માંથી ઇંગ્લિસ દારુ ભરેલા ટેમ્પો પકડી પાડતી તાલુકા પોલીસ

0
237

ગુજરાત મા દારુ બંધી માત્ર કાગળો ઉપર જ હૉય તેવુ લાગે છે. રાજ્યમા દારુની બંધી હોવા છતા પણ દરરોજ કરોડો રૂપિયાનો વિદેશીદારુ રાજ્ય મા ઘુસાડવામા આવે છે જોકે આ કરોડોના દારુમાથી માત્ર ત્રણ ટકાજ પોલીસ પકડી પાડવામા સફળ રહે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર મા પણ કડક પીઆઇ હોવા છતા ચાલતા દારુ જુગારના અડ્ડાઓ પર નિયંત્રણ હજુસુધી નથી રાખી શકાયુ. ત્યારે ગઇકાલે ધ્રાગધ્રા ના ગ્રામ્ય વિસ્તાર જીવા અને કોંઢ રોડ પાસે થી વિદેશી દારુ ભરેલો ટાટા કંપની નો ટેમ્પો નિકળતા હોવાની બાતમી મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ નો સ્ટાફ વોચ મા હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણી દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનો ને પકડવા અંગે માહિતી આપી હતી તેમના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પી.આઇ રાઠવા સાહેબ ના સુચના હેઠળ ધાંગધ્રા તાલુકા ના પી.એસ.આઇ વાઘ સાહેબ તથા હેડ કોસ્ટેબલ ગજેન્દ્રસિંહ રાણા,સંજય પાઠક,ખુમાનસિંહ,ધીરુભ,સોયબભાઈ સહિત નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન જીજે-19-ટી-2286 નંબરવાળી શંકાસ્પદ ટેમ્પો નિકળતા તેને આતરી લઇ પાછળ કેબીન મા તપાસ કરતા ટેમ્પામાંથી ત્રણ ઇસમો ફરાર થઇ ગયા હતા અને ટેમ્પાને પકડી પાડવામાં તાલુકા પોલીસ સફળ રહી હતી ટેમ્પો ને ઝડપી લઇ ટેમ્પા મા વિદેશી દારુના નંગ 804 કિમંત રૂ.5,04,000 અને ટાટા કંપનિ નો ટેમ્પો જેની કિંમત રુપિયા.3,50,000 એમ કુલ મળી 8,54,000 ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેવામા આ જે ત્રણ શખ્સો ટેમ્પા મા સવાર હતાં તે શખ્સો પર કાયદેસર ની કાયઁવાહી કરી વધુ તપાસ માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આ શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ તાલુકા પોલસ સ્ટેશન ના પી.આઇ રાઠવા ચલાવી રહ્યા છે તયારે આ દારુ નો જથ્થો કયાથી આવ્યો અને કોને પહોચાડવાનો હતો તે દિશા મા પોલીસે તપાસ આદરી છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY