અમદાવાદના પરિવારે અંબાજી મંદિરમાં અર્પણ કર્યું ૫ કિલો સોનુ

0
354

અંબાજી,
તા.૨૫/૦૩/૨૦૧૮

અંબાજી મંદિરમાં માતાજીના એક ભક્ત પરિવારે સતત ૫ વાર સોનું દાન કર્યું છે. આજે પરિવાર સાથે આવી ૫ કિલો સોનું માતાજીને અર્પણ કરાયું હતું. અગાઉ આ પરિવાર ૨૦ કિલો સોનુ દાન કરી ચૂક્યું છે. સ્વર્ગ નગરી અંબાજી ધામ ગુજરાત અને ભારત દેશનું “ગોલ્ડન શક્તિપીઠ તરીકે જગ વિખ્યાત છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમ હોઈ અમદાવાદના દાતા દ્વારા માતાજીને ૫ કિલો સોનુ શિખર સુવર્ણમય બનાવવા માટે ભેટ સ્વરૂપે આપવામા આવ્યુ હતુ.

૨૦૧૧માં દાતા મુકેશભાઈ પટેલ દ્વારા પ્રથમ ચરણનુ ૫ કિલો સોનુ આપવાની શરૂઆત થઇ હતી અને ત્યારે તેમને શિખર સુવર્ણમય બનાવવા માટે બીજું ૨૦ કિલો સોનુ આપવાની વાત કરી હતી. આજે તેમને પુરા પરીવાર સાથે આવીને ૫ કિલો સોનુ આપી કુલ ૨૫ કિલો સોનુ માતાજીને અર્પણ કર્યું હતું. ઉલ્લેનીય છે કે, અત્યાર સુધી અંબાજી મંદિરના શિખરથી ૯૦ ફૂટ સુધીનો ભાગ સુવર્ણમય બની ગયો હતો.

અંબાજી મંદિરના ચેરમેન દિલીપ રાણાએ જણાવ્યું કે, આજે નવરાત્રી પર્વ હોઈ અમદાવાદના મુકેશભાઈ દ્વારા ૨૫ કિલો સોનુ તબક્કા વાર શિખર સુવર્ણમય બનાવવા માટે આપવામાં આવ્યું છે. જ્યારે કે દાતા મુકેશ પટેલે જણાવ્યું કે, આજથી થોડા સમય પહેલા અંબાજી મંદિરના ચેરમેન દ્વારા અમને સોનાના દાન માટે સંકલ્પ આપવામાં આવ્યો હતો, જે સંકલ્પ અમે માતાજીના ચરણોમાં આજે પુરો કર્યો છે. હુ છેલ્લા ૩૩ વર્ષથી ભાદરવી મેળામા ચાલતો આવુ છું અને મને માતાજીમાં ભારે શ્રદ્ધા છે. આગળ પણ અમે મંદિર ટ્રસ્ટને જરૂર પડશે તેમ દાન આપતા રહેશું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY