પૃથ્વીને પર્યાવરણ પરિવર્તનથી બચાવવા માંસાહાર ઘટાડોઃ સંશોધન

0
7

પેરિસ,તા.૧૨
વૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ પૃથ્વીના વાતાવરણમાં આવતા બદલાવને ટાળવા માનવ સમુદાયે માંસાહારનો ઉપયોગ ઓછો કરવો જાઈએ. વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસને અંતે જણાવ્યું છે કે માણસના આહારની અસર વાતાવરણ અને આબોહવા પર પણ થાય છે.જે રીતે પૃથ્વીના પર્યાવરણમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે, ગરમીનું પ્રમાણ દીનપ્રતિદીન તીવ્ર પણે વધી રહ્યું છે એ જાતા પશ્રિ્‌ચમના દેશોએ તેમના માંસના વપરાશમાં ૯૦ ટકા ઘટાડો કરવાની જરૂર છે. નહીંતર ૨૦૫૦ સુધીમાં વિશ્ર્વના ૧૦ બિલિયન લોકોના જીવનધોરણ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના સર્વેના અહેવાલમાં જણાવવામાં આવી છે એવું ફૂડ પ્રોડકશન જે પૃથ્વીના ગ્રીનહાઉસ ગેસને જંગલ વિસ્તારને તથા પાણીના જથ્થાને અસર કરે છે તે પૃથ્વીના વાતાવરણને બદલવામાં મહત્વની નકારાત્મક ભૂમિકા ભજવે છે.
પર્યાવરણમાં બદલાવવાની વિપરીત અસર ખેતી પર પણ પડે છે. જેને કારણે ન કેવળ વાતાવરણ પર, પરંતુ આર્થિક, સામાજિક સ્તર પણ અસર પડે છે. તમામ પરિબળો માણસની કાર્યક્ષમતા પર પણ વિપરીત અસર ઊભી કરે છે.ગ્લોબલ વોર્મિંગ ઉલ્લેખ કરી વૈજ્ઞાનિકોએ વનસ્પતિજન્ય આહારનો વધારો કરવા, ફૂડ વેસ્ટ ટાળવા તથા ટેક્નોલોજીના વપરાશ દ્વારા ખેતીની ઉત્પાદન ક્ષમતા વધારવા અનુરોધ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY