ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર સહિત બેના મોત, ૬ ઇજાગ્રસ્ત

0
31

રાજકોટ,તા.૧૨
રાજકોટના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમા ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા અને ૬ લોકોને ઇજા પહોચી હતી બસમા ૫૦ લોકો સવાર હતા.બનાવના પગલે રાહદારીઓ મદદે આવી ગયા હતા અને ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી.બનાવના પગલે તાકીદે પોલીસ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટે ખસેડવામા આવ્યાં હતા.
પ્રાપ્ત વિગત મુજબ ઝાલોદ–જામનગર રૂટની બસનો માલીયાસણ પાસે ટ્રક સાથે અકસમાત સર્જાયો હતો. જેમાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા અને નરવત વેસ્તા તડવીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે દુલા નરવત, જીગા નરવત, દાદુસિંહ ચૌહાણ સહિત ૬ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. બસમા ૫૦ જેટલા મુસોફરો સવાર હતા. જેમાંથી ૬ લોકોને ઇજા પહોચી હતી. જેમાં એક- બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY