મારો, તમારો, અને મોટાભાગ ની પ્રજાના મન માં EVM પ્રત્યે શંકાઓ છે અને તે સાચી પણ છે. ટેક્નોલોજિસ્ટ દ્વારા એને હેક કરવાના ઘણા vdo વાયરલ પણ થયાં છે ત્યારે હજુ પણ સરકાર ના ઈશારે ચૂંટણી પંચ માનવા તૈયાર નથી.અને VVPAT ની ચિઠ્ઠીઓના મત ગણવામાં પણ આવતા નથી એ બાબતે જનતા માં જાગૃતિ આવે અને EVM વિરુદ્ધ એક જન આંદોલન ઉભો કરવાના ઉદ્દેશ સાથે તારીખ ૧૨મી માર્ચે અમદાવાદના ગાંધી આશ્રમ(સાબરમતી) થી દાંડી સુધી દાંડીયાત્રા કાઢવામાં આવી છે.
જે દાંડી યાત્રા આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પ્રવેશતાં તનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યાત્રા ત્યાર બાદ સમની અને દયાદરા થઈને ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. EVM હટાવો દાંડી યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ યાત્રાના સાથે આવેલ યાત્રાના કન્વીનર અતુલ પટેલ,લાભુ બધીવાલા, વંદન પટેલ,શોએબ મિર્ઝા,અને એચ. એમ.સકશેનાનું ભરૂચ વેલ્ફર હોસ્પિટલ તરફ થી સન્માન કરવામાં આવેલ હતું. આ યાત્રાના સ્વાગતમાં ભરૂચ જિલ્લાના શહેર કૉંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ પરમાર,હેમેન્દ્ર કોઠીવાલા,જુબેર પટેલ, સમશાદ અલી સૈયદ, સુલેમાન પટેલ, પટેલ વેલ્ફર ટ્રસ્ટના મહોમ્મદ ફાંસીવાળા, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ દિલાવર પટેલ,અબ્દુલ મતદાર,હાફેજી દયાદરાવાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"