અમે કિરીટસિંહ રાણાને જીતાડવાનો મોકો છોડવા માગતા નથી – નીતિન પટેલ

0
138

ગાંધીનગર,
તા. ૧3/૦૩/૨૦૧૮

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને રાજકીય ઉત્તેજના સર્જી દીધી છે. ત્યારે આ અંગે આજે પ્રતિક્રિયા આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલએ જણાવ્યુ છે કે, બે ઉમેદવારને જીતાડવા માટે અમારી પાસે પુરતા મત છે. આ સિવાય અમારી પાસે મત વધે છે. જા કોંગ્રેસમાં બળવો થાય તો અમે ત્રીજા ઉમેદવાર કિરીટસિંહને જીતાડી શકીએ તેમ છીએ. જેથી અમે આ મોકો છોડવા માગતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે વિરોધ છે. કોંગ્રેસના મહિલા પ્રમુખે રાજીનામુ આપી દીધું છે. એક અપક્ષે ફોર્મ ભરતા ઓછા મત મળવાની શક્યતા છે. એટલે અમે કિરીટસિંહ રાણાનું ફોર્મ ભરાવ્યું છે. કુલ ૬ ઉમેદવારે ફોર્મ ભર્યા છે અને ૪ માટે વોટિંગ થવાનુ છે. નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થઇ શકે તેવી ભીતિ કોંગ્રેસને છે.

માટે ત્રીજા ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું છે. ભૂતકાળમાં પણ રાજ્યસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ મત નહોતા આપ્યા અને ક્રોસ વોટિંગ કર્યું હતું. આ વખતે ૫ણ બળવો ન થાય તે માટે કોંગ્રેસ તેના ધારાસભ્યોને કોઇ રિસોર્ટમાં લઇ જાય તો નવાઇ નહી!

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY