નવસારીના અષ્ટ ગામેં આવેલી ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો :ડી એસ પી ને રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં

0
56

નવસારી:

નવસારીના અષ્ટગામ ખાતે આવેલી સોનાની લગડી સમાન જમીનનો ખેડૂત સાથે સોદો નક્કી કર્યા બાદ ખેડૂતને અવેજ નહીં ચૂકવી સાટાખાત ઉપજાવી કાઢવામાં આવ્યો હતો. જમીન પચાવી પાડવાની પેરવી કરનાર સુરતના ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ નવસારી એસ.પી.ને અરજી કરવામાં આવી હતી. જોકે આ અરજીને ચાર મહિના વીતી ગયા હોવા છતાં આરોપીઓ સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નવસારીના અષ્ટગામ નવા તળાવ ખાતે રહેતા વિનુભાઈ રમણલાલ પટેલે નવસારી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને એક અરજી કરી હતી. અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, ડુમસ-ભીમપોર ખાતે આવેલા સ્ટ્રીટમાં રહેતા રોમિતકુમાર વિનોદ પટેલ અલીધરા ટેક્ષટૂલ એન્જીનીયર પ્રા.લી.ના અધિકૃત ડિરેક્ટર હંસરાજ અંબાલાલ ગોંડલીયા અને ભટાર ખાતે રહેતા જમીન દલાલ પંકજ વાલાભાઈ ચાવડા સાથે ભેગા મળી અષ્ટગામની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા ફરિયાદી એવા જમીન માલિક વિનુભાઈ રમણલાલ પટેલને વિશ્વાસમાં લઈ લીધા હતા. અષ્ટગામના સર્વે નં. ૨૧૨,૨૧૩ અને ૨૧૪ વાલી વિનુભાઈની માલિકીની તેમજ તેમના સંબંધીની બ્લોક નં.૨૧૫ તથા ૨૧૬ વાળી જમીન વેચાણથી લેવાની તૈયારી બતાવી ૩૫ કરોડ અને ૫૧ લાખમાં સોદો નક્કી કર્યો હતો. ફરિયાદીને સમયસર પેમેન્ટ ચૂકવી આપવાનું જણાવી રોમિતકુમાર પટેલે વેચાણ સાટાખાત કરાવી લીધા હતા. જંત્રી મુજબની રકમ ચેકથી અને બાકીની રકમ રોકડેથી આપવાનો વાયદો આપી ખેડૂત વિનુભાઈને રૂપિયા ચુકવવામાં આવ્યા ન હતા.                            ઉપરથી જમીન પચાવી પાડવાની ધમકી અપાઈ હતી. તેમજ સમાધાનની વાતો કરી જમીન પર કબજો કરી લેવાની પેરવી કરવામાં આવી હતી. નવસારી એસ.પી. ને અરજી થયાને ૪ મહિના વિતી ગયા હોવા છતાં પણ ગુનો નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY