ફેસબુક સ્થાપક ઝુકરબર્ગને મોટો ફટકો,બે કલાકમાં ૧૧૫૦ અબજ ડૂબ્યા..!!

0
21

સાન ફ્રાન્સિસ્કો,તા.૨૬
છેલ્લા ઘણાં લાંબા સમયથી પ્રાઇવેટ પોલિસી અને ડેટા ચોરીના આક્ષેપોના કારણે ફેસબુક વિવાદોમાં રહ્યુ્ં છે. જેથી તેની સીધી અસર તેના બીજા ક્વાર્રરના વ્યવસાય પર પડી છે. બુધાવરે ફેસબુકે જણાવ્યું કે બીજા કર્વાટરમાં તેના સેલ અને યુઝર ગ્રોથમાં નોંધનીય ઘટાડો જાવા મળ્યો છે. તેથી આ વર્ષે સારા પરર્ફોમન્સની પણ આશા રાખવામાં નથી આવી.
ફેસબુકના નાણાકીય અધિકારી ડેવિડ વેનરે કહ્યું કે, ત્રીજા અને ચોથા કર્વાટરમાં પણ નફો ઘટી શકે છે. ત્યારબાદ ફેસબુકના શેરના ભાવોમાં ૨૪ ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઘટડાની સાથે જ ઝુકરબર્ગને ૨ કલાકમાં ૧૬૮ કરોડ ડોલરનું નુકસાન થયું છે. બ્લુમબર્ગના જણાવ્યાનુસાર ઝુકરબર્ગ છઠ્ઠા સ્થાન પર આવી પહોંચ્યો છે. એટલું જ નહીં રિપોટ્‌ર્સ અનુસાર આ વર્ષના અંત સુધીમાં તેને ૧૩૭ કરોડ ડોલરનું નુકસાન થઇ શકે છે.
ફેસબુકને અગાઉ વર્ષ ૨૦૧૫માં આ પ્રકારના નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ફેસબુકના ડેટા પ્રાઈવેસી મામલાની તપાસ પર, ઝુકરબર્ગનું US કોંગ્રેસમાં હાજર રહેવાથી કંપનીને ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો છે. ઉપરાંત આ કર્વાટરમાં ફેસબુકને યુરોપના કડક નિયમોનો પણ સામનો કરવો પડ્યો છે. તેથી તેની સંખ્યામાં ઘટાડો જાવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ સમસ્યાના કારણે ૨.૨૩ અબજ યુર્ઝસવાળી કંપનીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ફેસબુક યુઝર્સની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ફેસબુકનું કહેવું છે કે જૂન મહિનામાં તેમના ૧૪૭૦ કરોડ રેગ્યુલર યુઝર હતા. જેથી ક્વાર્ટરમાં તેમને ૪૨ ટકાનો ફાયદો થયો છે. જા કે હજુ પણ દુનિયાભરમાં ફેસબુકના સૌથી વધુ યુઝર્સ છે. આ સાથે મોબાઇલ જાહેરાતના મામલે પણ કંપની હજી ઘણી આગળ છે.
ડેટા પ્રાઈવસી અંગે કિરકિરી થયા બાદ આનો ઉકેલ શોધવા માટે ઘણા વિશેષજ્ઞોને તેની પાછળ લગાવવામાં આવ્યા છે. ઝુકરબર્ગે કહ્યું કે ડેટા સિક્યોરેટીમાં અમે ઘણુ રોકાણ કરી રહ્યા છે કે જે અમારા ફાયદાને પ્રભાવિત કરવાનું છે અને હવે તે જ સામે આવ્યુ છે. ઝુકરબર્ગે કહ્યું કે તે કંપનીને લાંબા સમયથી ચલાવી રહ્યા છે નહિકે કે ત્રણ મહિનાથી. અર્થ સ્પષ્ટ છે કે તે નુકશાનની પરવા કરવાના નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY