ન્યુ દિલ્હી,તા.૨૬
મોનસૂન ઉત્તરીય મધ્યપ્રદેશની તરફથી પસાર થઈ રહ્યું છે. તેના કારણે દિલ્હીમાં ઓછું દબાણનું ક્ષેત્ર પેદા થયું છે. તેવામાં લોકોને આગામી ૨૪ કલાક સુધી આવા વરસાદનો સામનો કરવો પડે તેવી શક્્યતા છે. શુક્રવારે વરસાદમાંતી રાહત મળે તેવી શક્્યતા વ્યક્ત કરાઈ છે. પરંતુ વાદળોનું આવવા-જવાનું યથાવત રહેશે.
ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ બાદ લોકોને સૌથી વધુ મુશ્કેલી ટ્રાફિક જામને કારણે થઈ રહી છે. દિલ્હીના ઘણાં વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. હવામાન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે દિલ્હી-એનસીઆરમાં દિવસભર વાદળ આચ્છાદિત વાતાવરણ રહેવાનું છે અને થોડી-થોડીવારે વરસાદ પણ થતો રહેશે. સાંજ ચાર વાગ્યા બાદ વરસાદમાં થોડીક રાહત મળવાના આસાર હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદને કારણે નેશનલ હાઈવે-૨૪ પર ઘણાં કિલોમીટર લાંબી વાહનોની કતાર જાવા મળી છે અને અહીં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ છે. આજે સવારે વરસાદ બાદ દિલ્હીના તાપમાનમાં પણ ચાર ડિગ્રી સેલ્સિયરનો ઘટાડો થયો છે. દિલ્હીમાં જળભરાવને કારણે સરાય કાલેખાનથી નિજામુદ્દીન રેલવે સ્ટેશન વિસ્તાર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. બદરપુરથી મેહરોલીના રસ્તા પર પણ ભારે વરસાદ બાદ જળભરાવ સર્જાયો છે અને ભીષણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
ભીષણ ટ્રાફિક જામ અને વૃક્ષ ધરાશાઇ થવાની ઘટના
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ બાદ વસુંધરાના સેક્ટર-ચાર-બીમાં એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિલ્હીના દ્વારકા રોડ નંબર – ૨૦૧ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. દિલ્હીના મિન્ટો બ્રિજની પાસે ફરીથી ભીષણ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. દરેક ચોમાસામાં મિન્ટો બ્રિજની નીચે જળબંબાકારની Âસ્તતિ સર્જાતી હોય છે. અહીં પાણીમાં એક બસ પણ ફસાઈ છે. શિવવિહારના ખોડામાં દીવાલ ધરાશાયી થતા એક બાળક પણ ઈજાગ્રસ્ત થયો છે. વરસાદને કારણે બદરપુર વિસ્તારમાં આશ્રમની તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જાવા મળ્યો છે.
બે વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ
દિલ્હીના આનંદ પર્વત ગલી નંબર-૧૦ અને મુંડકા રેડ લાઈટ નજીક ટ્રાફિક જામ થયો હોવાથી બને ત્યાં સુધી આ માર્ગનો ઉપયોગ નહીં કરવાની હિદાયત આપવામાં આવી છે. એસપીઆરથી બાદશાહપુર તરફના માર્ગ પર, સોહના રોડ ખાતે સાઉથ સિટી રેડલાઈટ પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીના રાજપથ, મયૂર વિહાર, પટપડગંજ અને ત્રિલોકપુરીમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ભારે વરસાદ જાવા મળ્યો છે. નોઈડા સેક્ટર-૭૧માં વરસાદ બાદ વાહનવ્યવહાર સામાન્ય બન્યો છે. જળભરાવને કારણે સીએસસી કટ પર પણ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. ગણેશનગર ચોક, અલી વિલેજ રેડલાઈટ, આરટીઆર ટી પોઈન્ટ અને ઝાકિર હુસૈન કોલેજ પાસે ભીષણ ટ્રાફિક જામ સર્જાયો છે. દિલ્હીના સરિતા વિહાર નજીક પાણી ભરાયા છે.
ગાઝિયાબાદમાં સડક ધસી પડી
ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં આવેલી વાર્તાલોક સોસાયટી પાસે સડક પણ ધસી ગઈ છે. વસુંધરાથી કોર્પોરેટર અરવિંદ ચૌધરીએ નિગમના વિરોધમાં વરસાદના ભરાયેલા પાણીમાં બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ઈન્દિરાપુરમાં બેસમેન્ટમાં બનેલી દુકાનની અંદર જળભરાવ સર્જાયો છે. દિલ્હી પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે તમામને સૂચિત કરવામાં આવે છે કે વધારે વરસાદને કારણે વિભિન્ન સ્થાનો પર જળભરાવની સ્થિતિને કારણે વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. મહેરબાની કરીને ધીરજનો પરિચય આપતા વૈકલ્પિક માર્ગનો પણ ઉપયોગ કરવો. ગાઝિયાબાદમાં ન્યૂ-બસ સ્ટેન્ડ, મેટ્રો સ્ટેશન નજીક, કાલિંદી કુંજ પર અને મહામાયા ફ્લાઈઓવર નીચે ટ્રાવેલ્સ ચાલકો ઉભા રહ્યા હોવાને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો છે. તો ગાઝિયાબાદની સડકો પાણીમાં ગરકાવ થયેલી જાવા મળે છે અને રાજનગર એલિવેટેડ રોડ પર નહેર જેવી સ્થિતિ જાવા મળી રહી છે. નેશનલ હાઈવે નંબર ૨૩ પર પણ ઘણાં કિલોમીટર સુધી પાણી ભરાયેલું જાવા મળ્યું છે અને દિલ્હીમાં ટ્રાફિક જામની સ્થિતિ જાવા મળી છે. નોઈડાના મહામાયા ફ્લાઈઓવર પર દૂર સુધી ટ્રાફિક જામની સ્થિતિ જાવા મળી રહી છે.
ત્રણ માળની ઇમારત ધ્વસ્ત
ગ્રેટર નોઈડાના મુબારકપુરમાં એક ત્રણ માળની ઈમારત ધ્વસ્ત થઈ છે અને કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અહીં કોઈ જાનહાનિના અહેવાલ હજી સુધી મળ્યા નથી. નોઈડા સેક્ટર-૬૬ વીજળીઘર નજીક ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો છે.
રાયસિના માર્ગ પર ટ્રાફિક બંધ થયો છે અને તેને કારણે રફી માર્ગ, સંસદ માર્ગ, અશોકા રોડ અને રાજેન્દ્ર પ્રસાદ રોડ પર ટ્રાફિકનુંદબાણ સર્જાવાની શક્્યતા વધી ગઈ છે. નોઈડા સેક્ટર-૧૮ ખાતે જળભરાવની Âસ્થતિ છે. દલિત પ્રેરણા સ્થળ પાસે પણ સડકો પાણીમાં ડૂબી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





