ગાળો બોલવાની ના પાડતા બે શખ્સોએ વૃદ્ધ સહિત ત્રણ પર ફાયરિંગ કર્યું

0
12

ઉપલેટા,તા.૧૭
ઉપલેટાના પડવલા ગામે રવિવારે રાત્રે ગાળો બોલવાની ના પાડતા બે મુસ્લિમ શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા એક વૃદ્ધ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટ હોસ્પિતલ્ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ પડવલા ગામે પટેલ અમૃતભાઈ પ્રેમજીભાઈ માકડીયા તથા તેમના ભાઈઓ અને ભત્રીજાઓ સાથે પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે કેટલાક મુસ્લિમ યુવાનો ત્યાંથી પસાર થતા સમયે ગાળો બોલતા હતા. આથી આ પટેલ લોકોએ સ્ત્રીઓ વગેરે હોવાથી એ યુવાનોને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને મુસ્લિમ યુવાનો મનફાવે તેમ વધારે ગાળો બોલવા લાગ્યા હતા અને જાઈ લેવાની ધમકી આપી જતા રહ્યા હતા. બાદમાં થોડીવાર પછી ગામમાં માથાભારેની છાપ ધરાવતા મૂળ ધારાગઢના અને હાલ છેલ્લા ૫ વર્ષથી પડવલા ગામે રહેતો ક્રિમિનલ માઈન્ડ ધરાવતો મુસ્લિમ સંધિ અલીભાઈ તૈયબભાઈ શેઠા નામનો શખ્સ અને તેની સાથે આવેલો માથાભારે રિઝવાન વલીમામદ ઘોઘા પટેલ લોકોને ગાળો બોલી, ધમકીઓ આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈને પોત-પોતાના ખીસ્સામાંથી રિવોલ્વર કાઢી બંનેએ રિવોલ્વરમાંથી બે બે ફાયરિંગ કરતા પડવલાના ૬૮ વર્ષીય અમૃતભાઈ પ્રેમજીભાઈ માકડીયાને સાથળમાં એક ગોળી વાગી હતી.
હાલ ફાયરિંગ કરી ફરાર થયેલા આ બંને આરોપીઓને ભાયાવદર પોલીસ દ્વારા પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY