૨૦૦૨ અક્ષરધામ આતંકી હુમલાનો આરોપી મોહમંદ ફારુખ શેખ ૧૬ વર્ષે ઝડપાયો

0
2

૧૬ વર્ષથી છૂપાયો હતો સાઉદીમાં
ગાંધીનગર,તા.૨૬
અક્ષરધામમાં ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ આતંકી હુમલો થયો હતો. જેમાં કુલ ૩૪ લોકોના મોત નિપજ્યાં હતા અને ૮૫ ઘવાયાં હતા. જેમાં બે આતંકીના સ્થળ પર મોત નિપજ્યાં હતા. આ કેસમાં ગુજરાત પોલીસે ૮ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પોટા કોર્ટે ત્રણને ફાંસી અને પાંચને આજીવન કેદ સંભળાવી હતી. ત્યારબાદ આ સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તમામ આરોપીઓને મુક્ત કરાયાં હતા. જા કે, આ કેસમાં વધુ ૨૨ આરોપી વોન્ટેડ છે.
આજે આ કેસના વોન્ટેડ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમંદ ફારૂક શેખની ધરપકડ કરી છે. આતંકી મોહમંદ ફારૂક શેખ છેલ્લા ૧૬ વર્ષથી દુબઇમાં રહેતો હતો. એ પરિવારને મળવા આવતા ઝડપાઈ ગયો છે.
૨૦૦૨માં સપ્ટેમ્બર માસમાં પોણા પાંચની આસપાસ ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અક્ષરધામના ગેટ નંબર ત્રણથી બે આતંકવાદીઓએ પ્રવેશ કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર અને ગ્રેનેડ હુમલા કર્યો હતો. જે બાદ એનએસજીના કમાન્ડોએ આખી રાત ઓપરેશન કરી બન્ને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જૈશ-એ-મહંમદ તથા લશ્કર-એ-તોયબા આતંકવાદીઓએ ગોધરાકાંડનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલાનું કાવતરું રિયાધમાં ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY