મુંબઈ,તા.૨૬
શેર બજારે કારોબારમાં અઠવાડિયાની દમદાર શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી ૧ ટકાની મજબુતાઈ સાથે બંધ થયો છે. આજના કારોબારમાં નિફ્ટીએ ૧૦,૪૮૯.૭૫ સુધીનું ગોથુ માર્યુ હતુ તો સેન્સેક્સમાં ૩૪,૮૯૬ સુધી ગગડ્યો હતો. અંતે નિફ્ટી ૧૦૬૨૫ને પાર બંધ થયો છે જ્યારે સેન્સેક્સ ૩૫,૩૫૦ પર પહોંચ્યો છે.
જા કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હલકુ દબાણ જાવા મળ્યુ હતુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં સપાટ થઈને બંધ થયો છે. જ્યારે નિફ્ટીના મિડકેપમાં ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો વધારો જાવા મળ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૫ ટકા ગગડીને બંધ થયો છે.
બીએસઈના ૩૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૭૩ પોઈન્ટ એટલેકે ૧.૧ ટકાની તેજી સાથે ૩૫,૩૫૪ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૦૨ પોઈન્ટ એટલેકે ૧ ટકાના ઉછાળા સાથે ૧૦,૬૨૯ના સ્તરે બંધ થયો છે.
બીએસઇ આઇટી ઇન્ડેક્સ પહેલી ઓક્ટોબર પછી ૧૬ ટકા ઘટ્યો છે તે સમયે આઇટી શેરોનો ઇન્ડેક્સ ૧૬,૦૮૭.૮૨ પર બંધ આવ્યો હતો અને રૂપિયાએ તે સમયે ડોલર સામે ૭૪ની સપાટી બનાવી હતી. ડોલર સામે તળિયું બનાવ્યા પછી રૂપિયો પરત ફરતા તેણે ડોલર સામે ૭૦.૭૧ ડોલરનું છેલ્લું લેવલ નોંધાવ્યુ હતુ.
રૂપિયાએ ઓક્ટોબરમાં ડોલર સામે ૭૪.૪ ડોલરની નીચી સપાટી બનાવી હતી. તેના પછી તે ગુરુવારે ૭૦.૭ ડોલર પર બધ આવ્યો હતો. “સ્થાનિક ફંડ્સ હવે ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાનો અને રૂપિયાના મૂલ્યમાં થયેલા વધારાનો ઉપયોગ કરીને ફાઇનાન્સિયલ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. તેના લીધે તેઓ આઇટી જેવા ડિફેન્સિવ શેરોમાં રોકાણ કરી રહ્યા છે, જેમા છેલ્લા કેટલાક મહિનાઓથી તેજી જાવા મળતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






