ખાનગી મેડિકલ કોલેજોમાં ૩૫થી ૪૦ ટકાનો ફીનો વધારો અપાયો

0
28

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ત્રીજા વર્ષે નવી ફી જાહેર

મોટાભાગની કોલેજોએ ૧૦થી ૧૫ લાખની ફી માગી હતી પરંતુ સમિતિએ ૫થી૬ લાખ જ મંજૂર કર્યા

સુપ્રીમકોર્ટના આદેશ મુજબ મેડીકલ અને ડીગ્રી એન્જિનિયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્સ માટે દર ત્રણ વર્ષે ફી જાહેર કરવાની હોય છે. અગાઉની ફી નક્કી થયાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જેથી ફી સમિતિ દ્વારા તમામ કોલેજો પાસેથી નવી ફી અંગેની દરખાસ્ત મંગાવાઈ હતી. શુક્રવારે મોડી રાત્રીએ સમિતિએ ખાનગી મેડીકલ કોલેજોમાં ૩૫થી૪૦ ટકાનો ફી વધારો આપવા સાથે નવી ફીનું માળખુ જાહેર કર્યુ હતું.

સમિતિએ જાહેર કરેલી ફી આગામી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. મોટાભાગની કોલેજોએ ૧૦થી ૧૫ લાખની ફી માગી હતી. પરંતુ સમિતિએ ૫થી ૬ લાખ રૃપિયાની ફી જ મંજૂર કરી છે. સૌથી વધુ ફી વધારો સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજને અપાયો છે. ગત વખતે તેમની ફી રૃ. ૩.૨૪ લાખ હતી. જે હવે વધીને રૃ. ૫.૭૫ લાખે પહોંચી છે.

ફી સમિતિની જાહેરાતને પગલે મોટાભાગની કોલેજોમાં સરેરાશ ૫૦ હજારથી માંડીને દોઢ લાખ રૃપિયા સુધીની ફી વધશે. ભૂતકાળમાં સૌથી વધુ ફી પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજની રૃપિયા ૬.૯૦ લાખની મંજૂર કરાઈ હતી. જ્યારે આ વખતે જીસીએસ અમદાવાદને ૭.૨૫ લાખની ફી મંજૂર કરી છે.

ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટામાં અગાઉ સૌથી વધુ ૧૨.૬૦ લાખની ફી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજને જ અપાઈ હતી. આ વખતે અદાણી ઇન્સ્ટિટયૂટને ૧૭ લાખ ૬૦ હજારની ફી મંજૂર કરાઈ છે.

આમ સમિતીએ મેડીકલની અમુક સ્વનિર્ભર કોલેજોને સીધો દોઢથી બે લાખનો વધારો આપી દીધો છે. ડેન્ટલની કેટલીક કોલેજોમાં કોઈ વધારો નથી પરંતુ અગાઉની ફીને જ યથાવત રાખી છે.

અમદાવાદ કોર્પોરેશનની ડેન્ટલ કોલેજને સૌથી વધુ ફી વધારો
અમદાવાદ, શનિવાર
મોટાભાગની ખાનગી ડેન્ટલ કોલેજોમાં સાવ નજીવો ફી વધારો થયો છે. પરંતુ ખોખરામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડેન્ટલ કોલેજને સૌથી વધુ ફી વધારો સમિતિએ આપ્યો છે. જેની અગાઉની ફી રૃા. ૨.૯૭ લાખ હતી. તે હવે રૃપિયા ૪.૨૫ લાખની થઈ ગઈ છે.

કઈ ખાનગી કોલેજમાં કેટલી ફી લેવાશે ?

કોલેજનું નામ અગાઉની ફી નવી ફી
  રૃા. (લાખ)  
સુરત મ્યુનિ.કોલેજ ૫.૧૦ ૬.૫૧
સી.યુ. શાહ મેડી. કોલેજ ૩.૭૫ ૫.૨૪
જીસીએસ કોલેજ- અમદાવાદ ૬.૪૮ ૭.૨૫
અદાણી કોલેજ- ભૂજ ૪.૨૧ ૫.૬૫
પ્રમુખ સ્વામી મેડી. કોલેજ ૬.૯૦ ૭.૮૦
NHL મ્યુનિ.મેડી.કોલેજ ૪.૬૪ ૫.૪૪
AMC મેડીકલ કોલેજ- અમદાવાદ ૪.૬૨ ૬.૦૪
પારૃલ મેડિકલ કોલેજ ૬.૦૦ ૬.૯૦
બનાસ મેડિકલ કોલેજ – ૩.૦૦

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY