અમરનાથની સુરક્ષામાં તૈનાત એનએસજી કમાન્ડો વૉલ પેનિટ્રેશન રડાર અને ગ્લોક પિસ્તોલથી સજ્જ

0
72

અમરનાથના વિવિધ રૂટની સુરક્ષાની જવાબદારી પહેલીવાર એનએસજીના શિરે

ચાર દીવાલો વચ્ચે ચાલતી આતંકી ગતિવિધિ કે જમીન નીચે ગોઠવેલી સુરંગો વૉલ પેનિટ્રેશન રડારથી જોઈ શકાશે

પેરા મિલિટરી ફોર્સની ૨૩૮ કંપની અને  કાશ્મીર પોલીસની સ્પેશિયલ ફોર્સ પણ દક્ષિણ કાશ્મીરમાં તૈનાત
અન્ય રાજ્યોના જવાનોને કાશ્મીરની હાલતથી વાકેફ કરવા ત્રણ દિવસનો ક્રેશ કોર્સ કરાવાયો

૨૮ જૂનથી ચાલુ થતી બર્ફાની બાબાની અમરનાથ યાત્રા ચાલુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. વળી રમજાન માસ દરમિયાન સેનાએ શસ્ત્ર- સંયમ જાળવ્યો હોવાના કારણે આતંકીઓની હિંમતમાં વધારો થયો છે. તે તમામ સંજોગોને લક્ષમાં લેતા અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સરકારે આકરો નિર્ણય કર્યો છે.

સૌ પ્રથમવાર ‘નેશનલ સિક્યોરિટી ગાર્ડઝ’ (એનએસજી) કમાન્ડોને ગોઠવવાનો નિર્ણય કર્યો છે. આ ગાર્ડ દેશના સૌથી શસ્ત્રસજ્જ અને ચપળ લડવૈયાઓ ગણાય છે. અમરનાથ યાત્રીઓની સુરક્ષાની જવાબદારી પ્રથમવાર તેમને સોપાઈ છે.

અહેવાલ અનુસાર આતંકીઓએ સુરક્ષા જવાનો કે યાત્રીઓને બાન પકડી સોદાબાજી કરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે તેથી આતંકી હુમલાખોરો પર એનએસજી ટીમના કમાંડરો દૂરથી મારો કરી શકે તેવી ગ્લોક પિસ્તોલો અને દિવાલની આરપાર અથવા જમીનની અંદર પર નિરીક્ષણ કરી શકે તેવા વોલ પેનિટ્રેશન રડારથી સજ્જ હશે.

વિશ્વના બદલાયેલા સંજોગો અને આતંકી ગતિવિધિઓને ધ્યાને લેતા આ ખાસ દળની રચના ૧૬ ઓક્ટોબર ૧૯૮૪માં કરાઈ હતી. તેમાં દેશના વિવિધ સુરક્ષા દળોમાં ફરજ બજાવતા જવાનો પૈકી ચપળ સિદ્ધ થયેલા અને વીજળી વેગે ત્રાટકી શકતા જવાનોને પસંદ કરીને તેમને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે જેથી દેશમાં થનારા મુંબઈના ૨૬/૧૧ જેવા હુમલાનો સામનો થઈ શકે છે.

ટોચના સુરક્ષા અધિકારીઓ જેમાં ચિનાર કોરના કમાન્ડર લેફ જ. એ. કે. ભટ્ટ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા એસ. પી. વૈદ્યે વિક્ટર ફોર્સ કમાંડર, કાશ્મીર ઝોનના પોલીસ મહા નિરીક્ષક અને સી.આર.પી.એફ.ના વડા સાથે બેઠક યોજી આગામી અમરનાથ યાત્રાના બાલતાલ અને પહેલગાંવ બન્ને રૃટનું નિરીક્ષણ કરી યાત્રીઓની સુરક્ષાના પ્રબંધની માહિતી મેળવી હતી

હાલ સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકીઓને કારણે ભારે હારથી બેબાકળા બનેલા આતંકીઓ પોતાની હાજરી નોંધાવવા કોઈ પણ પગલું ભરી શકે છે તેવી જાણકારી ગુપ્તચર એજન્સીઓએ આપી છે તેથી જ યાત્રી- સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડોને ગોઠવવામાં આવ્યા છે તે ઉપરાંત ત્યાં સેનાની ૨૩૮ કંપનીઓ અને કાશ્મીર પોલીસનો મોટો કાફલો ગોઠવાયેલો છે.

જો આતંકી સુરક્ષા ઘેરો તોડીને યાત્રીઓ સુધી પહોંચવામાં સફળ થાય અને યાત્રીને બંદી બનાવીને સરકાર સાથે સોદાબાજી કરવા માંગે તો કમાન્ડો ક્ષણવારમાં તેમના મનસૂબાના ચિંથરા ઉડાવી દેવા સક્ષમ હોય છે. આ યાત્રા દક્ષિણ કાશ્મીરમાંથી શરૃ થાય છે અને હાલ આ વિસ્તાર જ આતંકીઓનો અડ્ડો બની ચૂક્યો છે તેથી આ યાત્રા માટે ૨૪ કમાન્ડોને રૃટ પર ફરતા રાખવાનો નિર્ણય લીધો છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY