એરકન્ડિશનરનું ટેમ્પરેચર ૨૪ ડિગ્રીથી ઓછું નહીં રાખી શકાય: રૂ.૧૦૦ અબજની બચત થશે

0
160

કેન્દ્ર સરકારનો સકારાત્મક અભિગમ

એર કન્ડિશનરનું તાપમાન મર્યાદિત રાખવા માટે સરકાર ટૂંક સમયમાં નિયમ બનાવશે

ઉર્જા પ્રધાન આર.કે.સિંહે શુક્રવારે કહ્યું કે સરકાર કેટલાક મહિનાઓમાં એસીના ડિફોલ્ટ ટેમ્પરેચરને ૨૪ ડિગ્રી પર સેટ કરવાનો આદેશ આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની છભ બનાવનારી કંપનીઓની સાથે એક મીટિંગ થઇ છે. તેમાં એસી કંપનીઓ તરફથી પણ ભલામણ કરવામાં આવી કે એસના ટેમ્પરેચરને ડિફોલ્ટ ૨૪ ડિગ્રી પર સેટ કરવામાં લોકોનું બિલ તો ઘટશે જ સાથે જ લોકોના આરોગ્ય પર પણ નકારાત્મક પ્રભાવ નહીં પડે
દેશમાં હાલ અંદાજે ૫ ટકા વસતી એસી વાપરે છે.

બ્યુરો ઓફ એનર્જિ એફિસિઅન્સી (બીઈઈ)ની ગણતરી પ્રમાણે જો આ નિયમ લાગુ થાય તો વર્ષે ૨૦ અબજ યુનિટ ઊર્જાનો બચાવ થઈ શકે. એક યુનિટનોે ભાવ સરેરાશ રૂપિયા પાંચ ગણવામાં આવે તો દેશમાં વર્ષે ૧૦૦ અબજ રૃપિયાની વીજળી બચી શકે. ગરમીથી બચવા લોકો જોયા-જાણ્યા વગર એસીનું તાપમાન ૨૦ ડીગ્રીથી ઓછું કરી નાખતા હોય છે, જે શરીર માટે નુકસાનકારક છે. એસી ઉત્પાદક કંપનીઓએ પણ આને ડિફોલ્ટ ૨૪થી ૨૬ ડિગ્રીની વચ્ચે સેટ કરવાની વાત કરી છે.

વીજળી પ્રધાને એર કન્ડિશન ધરાવતા ક્ષેત્રોમાં વીજળીની બચત કરવા માટે એક અભિયાન પણ શરૃ કર્યું. તેમણે જણાવ્યું કે, એક ડિગ્રી ટેમ્પરેચર વધવાથી અંદાજે ૬ ટકા વીજળીની બચત થઇ શકે છે. દુનિયાના કેટલાક દેશોમાં પહેલેથી જ તાપમાન મર્યાદિત રાખવાના નિયમો છે. જેમ કે જાપાનમાં કોઈ એસીનું તાપમાન ૨૮ ડીગ્રીથી ઓછું કરવામાં આવતુ નથી. એ રીતે બાંગ્લાદેશે ઓફિસમાં ૨૫ ડીગ્રીનો નિયમ અપનાવ્યો છે.

આપણા શરીરનું ં નોર્મલ ટેમ્પરેચર ૩૬થી ૩૭ ડિગ્રી જેટલું હોય છે. પરંતુ મોટાભાગની હોટલ અને ઓફિસમાં ટેમ્પરેચરને ૧૮થી૨૧ ડિગ્રીની વચ્ચે રાખવામાં આવે છે. આ વીજળી તો વધારે વાપરે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ સારૃ નથી. ઊર્જા પ્રધાને એમ પણ કહ્યું કે, હોટલ્સમાં ટેમ્પરેચરને ૧૮ થી ૨૧ ડિગ્રીની વચ્ચે રાખવામાં આવે છે. આવામાં લોકોને ગરમ કપડા પહેરવા પડે છે અને ધાબળાનો ઉપયોગ કરવો પડે છે.

આવામાં આ ફક્ત વીજળીનો બગાડ જ છે.  અગાઉ વિવિધ સંશોધકો પણ એસીનું તાપમાન ૨૫ ડીગ્રી આસપાસ રહેવું જોઈએ એવું તારણ આપી ચૂક્યા છે. હવે સરકારે સ્વતંત્ર અહેવાલ તૈયાર કરાવ્યો હતો, જેમાં પણ આ વાતને સમર્થન મળ્યું છે. ઊર્જા મિનિસ્ટ્રીના માર્ગદર્શન હેઠળ બીઇઇએ એક અભ્યાસ હાથ ધર્યો અને ત્યાર બાદ આ ભલામણ કરી કે એસીના ટેમ્પરેચરને ૨૪ ડિગ્રી સેલ્સિયસ પર ડિફોલ્ટ સેટ કરી દેવામાં આવે.જેનાથી વીજળીની મોટાપાયે બચત થશે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY