મજૂમદાર લલિત કલા ટ્રસ્ટના ઉપક્રમે ૪૦’મી શેરી ગરબા સ્પર્ધા રંગેચંગે સંપન્ન ૪૦’માં વર્ષની સ્પર્ધાની ઉજવણી માટે શેરી-મહોલ્લાઅોને શણગારાયા

0
245

સુરત, તા.૨૪
નવસારી નગરે ગરબાને શેરીમાં ગુંજતો રાખી સાતત્યતાથી ૪૦ વર્ષના ઉંમરે આવીને ઉભેલી સંસ્થા મજુમદાર લલિતકલા ટ્રસ્ટની ૪૦મી શેરી ગરબાનું દીપ પ્રગટીકરણ ઉદ્યોગપતિ મહેશભાઈ કંસારાએ કંસારવાડમાં કર્યુ. ત્યારે અનોખો માહોલ સર્જાયો હતો. તેમણે સંસ્થાને શેરી ગરબાની સુવર્ણ જયંતી માટે શુભેચ્છા પાઠવી હતી. નવસારી કંસારા સમાજ યુથ ક્લબે ૪૦માં વર્ષને સત્કારવા સમગ્ર મહોલ્લાને તોરણોથી શણગારી ૪૦માં વર્ષની કેક પણ મહેમાનોના હસ્તે કપાવી હતી.
ટ્રસ્ટી અને મંત્રી પ્રા.જશુભાઈ નાયકે લલિતકલા ટ્રસ્ટના સ્થાપકો શ્રીપાદ ફળણીકર, ચંદ્રકાંત પંડ્યા, કુસુમબેન મજમુદાર, વીરમતીબેન કંસારા, બી.કે. શાહ, વિનોદ પંડ્યા અને જીવણજી યુ. પટેલને સ્મરી તેમના નગર માટેના સાંસ્કૃતિક પ્રેમ-વિઝન અને મિશનને ભાવાંજલિ આપી હતી. કંસારવાડ, હવેલી મહોલ્લો, નાગરવાડ, પંડ્યા ખડકી, બંધારવાડ અને દેસાઈવાડ કાલીયાવાડીના મહોલ્લાની બહેનોએ સાતત્યતાથી ગરબાને શેરીમાં રમાડ્યો છે. લલિતકલા ટ્રસ્ટે શેરી ગરબા સ્પર્ધા માધ્યમે અસ્મિતાનું સંવર્ધન કર્યુ. એ નાની ઘટના નથી. પ્રારંભમાં કંસાર સમાજના પ્રમુખ નિતીન કંસારા અને રેખા તથા મયુર કંસારાએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. આ ૪૦મી શેરી ગરબા સ્પર્ધામાં ૧૪ શેરી મંડળો, ૩૮૫ કલાકાર બહેનો સ્પર્ધક બન્યા હતા. સંગીતજ્ઞ આશા પારેખ, નેહા પટેલ, નુપૂર તથા અંકિતા પટેલે નિર્ણાયક પદેની સેવા આપી હતી. અન્ય મહોલ્લાઅો-શેરીઅોમાં પણ ૪૦માં વર્ષને આવકારતા બેનરો મુકાયા હતા. ટ્રસ્ટના મંત્રી સતીષ પંડ્યાએ સાથ સહકાર માટે શેરી મંડળોનો આભાર માન્યો હતો.
પરિણામો :- મહિલા વિભાગ સંગિની ગ્રુપ, શાંતિ એપાર્ટમેન્ટ, મંકોડીયા, કંસાર યુથ ક્લબ, કંસારવાડ, શિવદર્શન સોસાયટી, ગણદેવી રોડ, યુવતી વિભાગ : કંસાર યુથ ક્લબ, કંસારવાડ, બાળ વિભાગ : સીટી સ્કવેર એપાર્ટમેન્ટ, લુન્સીકુઈ, સપર્ધક શેરીઅોને સ્થળ ઉપર જ આકર્ષક લ્હાણીનું વિતરણ થયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY