ન્યુ દિલ્હી,તા.૧૪
દેશમાં તમે ગમે ત્યાં ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે તમે પોલીસ ફરિયાદ (FIR) ફાઇલ કરી શકસશો. આ ઝીરો FIR વિશે તાત્કાલિક રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તપાસ કરવામાં આવશે.
સરકાર દ્વારા આ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે એક મોંબાઇલ એપ બનાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને, ચોરી, લૂંટ, મહિલાઓ વિરુદ્ધનાં ગુના વગેરે વિશે ફરિયાદ દાખલ કરી શકાશે. મધ્યપ્રદેશમાં આ પ્રોજેક્ટ અમલમાં આવી ચુકવ્યો છે અને ટૂંક સમયમાં તે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવશે.
આ વ્યવસ્થા ઉભી થતા, પેસેન્જરોને કોઇ બાબતે ફરિયાદ કરવા માટે હવે આગળનાં સ્ટેશનની રાહ જાવી નહીં પડે અને હવે તેઓ મોબાઇલ એપ દ્વારા જ ફરિયાદ દાખલ કરી શકશે અને આ ફરિયાદ દાખલ થતાની સાથે જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સનાં જવાનો ત્યાં પહોંચી જશે.
આ પ્રકારનીં ફરિયાદોને ઝીરો એફ.આર.આઇ તરીકે દાખલ કરવામાં આવશે. આનો મતલબ, એવો થાય કે, ગુનો ગમે ત્યાં બન્યો હોય તો પણ, ફરિયાદ ગમે ત્યાં દાખલ કરી શકાય. એક વખત આ પ્રકારનો ગુનો દાખલ કર્યા પછી, સંબધિત પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ મોકલી શકાય.
હાલમાં જે વ્યવસ્થા અમલમાં છે તેમાં ફરિયાદ દાખલ કરવામાં ખૂબ મોડુ થાય છે અને પ્રવાસીઓને તાત્કાલિક મદદ મળતી નથી. પણ નવી સિસ્ટમ અમલમાં આવતા પ્રવાસીઓને તાત્કાલિક મદદ મળશે. આ એપમાં મહિલાઓ માટે એક પેનિક બટન પણ હશે. મહિલાઓને કોઇ મુશ્કેલી પડે કે, તરત આ બટન દબાવતા, પોલીસ આવી પહોંચશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



