સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,પોલીસે તપાસ હાથ ધરી જમીન વિવાદમાં સિરાજ પઠાણ પર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર મચી

0
3

સુરત,તા.૨૮
ઓલપાડમાં મોડી રાત્રે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીએમડબલ્યુ કારમાં સવાર સિરાજ ખાન પઠાણ નામના યુવક પર જમીન પ્રકરણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ફાયરિંગમાં સિરાજ ખાન પઠાણનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડના પરા વિસ્તારમાં રહેતા અને અશ્વ પ્રેમી સિરાજ ખાન પઠાણ મોડી રાત્રે બીએમડબલ્યુ કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા બે ઈસમોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાકે, ગનમાંથી છૂટેલી ગોળી સિરાજખાનને ન વાગતા આબાદ બચાવ થયો હતો. જ્યારે ફાયરિંગના પગલે કારને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા એસઓજી, જિલ્લા એલસીબી સહિતના પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે સિરાજખાન પર જમીન પ્રકરણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા પગલે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
ઓલપાડમાં રહેતા સિરાજ ખાન પઠાણ પાસે છ વર્ષનો સકાબ નામનો ઘોડો હતો. આ ઘોડો ખરીદવા માટે કેટલાય લોકોએ મોટી ઓફર કરી હતી પણ માલિક તેને વેચવા તૈયાર નથી. થોડા વખત પહેલા પંજાબના બાદલ પરિવારે આ ઘોડાના ૧.૧૧ કરોડ આપવાની ઓફર આપી હતી. ત્યારબાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાને એક એજન્ટના માધ્યમથી આ ઘોડાને બે કરોડ રૂપિયામાં ખરીદવાની ઇચ્છા બતાવી હતી. પણ સિરાજ ખાને ઓફર ઠુકરાવી દીધી હતી. સકાબ જે પ્રજાતિનો ઘોડો છે એવા બીજા માત્ર બે જ ઘોડા આ દુનિયામાં છે એમાંથી એક છે કેનેડા અને બીજા અમેરિકામાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY