‘ખઈ કે પાન બનારસવાલા’ ગીતનું અમિતાભ બચ્ચને ખોલ્યું રહસ્ય

0
102

મુંબઈ,તા.૨૮
શું તમને ખબર છે કે બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર અમિતાભ બચ્ચનના સૌથી જાણીતા મૂવી ‘ડોન’નું જાણીતું ગીત ‘ખઇ કે પાન બનારસ વાલા’ ફિલ્મનો ભાગ હતું જ નહીં. તેની જાણકારી ખુદ બિગ બીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. અમિતાભ બચ્ચને યાદ તાજા કરતાં એ કન્ફર્મ કર્યું કે, ફિલ્મ ડોનનું શૂટિંગ પૂરું થયા બાદ ‘ખઇ કે પાન બનારસ વાલા’ ગીત શુટ કરવામાં આવ્યું.
૧ અમિતાભે ટ્‌વીટ કર્યું, ‘એક વિચાર પછી, તે વિચાર બન્યોપ ‘ખઈ કે પાન બનારસ વાલા’ ગીત ડોન ફિલ્મ પૂરી થયા પછી બન્યું.’
ઘણા ઓછા લોકોને ખબર હશે કે ખૂબ જ જાણીતું થયેલું ગીત ‘ખઈ કે પાન બનારસ વાલા’ ફિલ્મ ‘ડોન’ માટે બન્યું જ નહતું. આ ગીત તો દેવ આનંદનની ફિલ્મ બનારસી બાબુ માટે બન્યું હતું. પરંતુ દેવ આનંદને ગીત ન ગમતા બાદમાં આ ગીત ડોન માટે લેવાયું હતું. નોંધનીય છે કે, ડોન ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ પાછળથી આ ગીત લેવાયું હતું.
ફિલ્મનું શૂટિંગ પત્યા બાદ લેવાતા આ ગીતનું શૂટિંગથી ફિલ્મનું શૂટિંગ થઈ ગયા બાદ કરાયું હતું અને ઈન્ટરવલ પહેલાના ભાગમાં ઉમેરવામાં આવ્યું હતું, જેથી આ એક્શન-પેક્ડ ફિલ્મમાં બેલેન્સ જળવાઈ રહે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY