જંબુસર નગરપાલિકા પ્રમુખ સમીર મલેકે પત્રકારને બિભત્સ ગાળો સાથે ધમકી આપતા ફરિયાદ

0
405

ભરૂચ:
જંબુસર નગરપાલિકા પ્રમુખ સમીર મલેકે ન્યુઝ ટુડે ચેનલના તંત્રી ફિરોઝ દિવાનને તેણે પ્રસારીત કરેલ બ્રેકિંગ ન્યુઝની રીસ રાખી ફોન કરી બિભત્સ ગાળો આપી હતી. તથા ધમકી આપી હતી. જેથી ફિરોજ દિવાને જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તથા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યુ હતું.
ફિરોજ દિવાને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તેમને વિસ્તારમાં ઘણા સમયથી નïળમાં ગંદુપાણી આવે છે. જેના બ્રેકિંગ ન્યુઝ તેમણે પ્રસારીત કર્યા હતા. જેથી તા. ૪-૨-૨૦૧૮ ના રોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ સમીર મલેકે ફિરોઝ દિવાન ને ફોન કરી સમાચારમાં મારી જન્મદિવસનો ઉલ્લેખ કેમ કર્યો ? તેમ કહી મા-બેનની બિભત્સ ગાળો આપી હતી. તથા ધમકી આપી હતી. જેથી ફિરોઝ દિવાને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તથા પોતાના જીવને જાખમ હોવાની દહેશત વ્યક્ત કરી હતી.
આ બાબતે પોતાને ન્યાય મળે તથા જંબુસરની પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મïળે તે માટે યોગ્ય કરવા બાબતે જંબુસરના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સમયે જંબુસરના પત્રકારો તેમની સાથે જાડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY